શોધખોળ કરો
Bigg Boss OTT 2: આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ- મારા ફેમિલી ડોક્ટરે કર્યું શોષણ
જાણીતી ટીવી અભિનેત્રી જિયા શંકર આ દિવસોમાં બિગ બોસ ઓટીટી 2 ને લઇને ચર્ચામાં છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

જાણીતી ટીવી અભિનેત્રી જિયા શંકર આ દિવસોમાં બિગ બોસ ઓટીટી 2 ને લઇને ચર્ચામાં છે.
2/8

જિયાની સુંદરતા લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેણે તેની સાથે થયેલી છેડતીની ઘટનાની જાણકારી આપી હતી.
3/8

પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેના ફેમિલી ડોક્ટર દ્ધારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
4/8

ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે , 'મારા એક ફેમિલી ડોક્ટર દ્વારા મારી છેડતી કરવામાં આવી હતી. હું ત્યારે ધોરણ 10માં હતી. મારી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી. બીજા દિવસે મારું પેપર હતું અને હું બીમાર પડી ગઇ હતી.
5/8

ત્યારે મારા માતા-પિતા અલગ થઈ ગયા હતા તેથી હું એકલી ડૉક્ટર પાસે ગઇ કારણ કે તે મારા ફેમિલી ડૉક્ટર હતા.
6/8

અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે 'હું ત્યારે બાળક હતી. હું કેવી રીતે જાણી શકું કે મારા માતા-પિતા હવે સાથે નથી રહેતા તે જાણીને તે જાણી જોઈને મારો ફાયદો ઉઠાવશે?'
7/8

'તેણે મને પૂછ્યું કે મારા પિતા કેમ સાથે નથી આવ્યા, તો મેં તેમને સાચું કહ્યું. મને ખબર નહોતી કે આ જાણીને તે મારો ફાયદો ઉઠાવશે. અભિનેત્રીએ કહ્યું કે આ તેના જીવનની સૌથી પરેશાન કરનારી બાબત છે.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 20 Jun 2023 07:46 AM (IST)
આગળ જુઓ
Advertisement