શોધખોળ કરો
સાત વર્ષ બાદ ટીવી પર કર્યું કમબેક, સરળ રહી નથી Rupali Gangulyની સફર

01
1/7

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં 'અનુપમા' શોથી ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. અનુજ સાથેની તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ છે. મા બન્યાના સાત વર્ષ બાદ રૂપાલીએ 'અનુપમા'થી ટીવી પર વાપસી કરી હતી.
2/7

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં રૂપાલી ગાંગુલીએ તેની કારકિર્દી અને માતા બન્યા બાદના અનુભવો જણાવ્યા હતા.
3/7

રૂપાલી ગાંગુલી જાણીતા નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મેડિકલ ડ્રામા સિરીઝ 'સંજીવની'થી કરી હતી. આ પછી તે 'સારા ભાઈ Vs સારાભાઈ'માં મોનિષાના રોલમાં જોવા મળી હતી. સાત વર્ષ પછી તેણે 'અનુપમા'થી પુનરાગમન કર્યું. તેણે ફરી એકવાર દરેક ઘરમાં જાણીતી થઇ ગઇ છે.
4/7

રૂપાલી ગાંગુલીએ બેસ્ટ ફ્રેન્ડ અશ્વિન સાથે લગ્ન કર્યા. બંનેની મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઈ હતી. 12 વર્ષની મિત્રતા પછી તેઓએ લગ્ન કર્યા હતા. બંન્નેએ ફેબ્રુઆરી 2013માં લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં અભિનેત્રીએ પુત્ર રુદ્રાંશને જન્મ આપ્યો હતો.
5/7

ડિલિવરી બાદ રૂપાલી ગાંગુલીનું વજન ઘણું વધી ગયું હતું. રૂપાલીને બોડી શેમિંગનો પણ સામનો કરવો પડ્યો છે. લોકોએ રૂપાલી ગાંગુલી પર ઘણી અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી.
6/7

રૂપાલીએ કહ્યું કે દરમિયાન મેં 58 કિલોથી 86 કિલો વજન ઘટાડ્યું હતું. મેં બાળકને જન્મ આપ્યો અને જ્યારે હું તેને ફરવા લઈ જતી ત્યારે પડોશની આન્ટી કહેતી કે અરે તું મોનિષા છે. તું કેટલી જાડી થઈ ગઈ છે? આ પછી મેં ધીમે-ધીમે વજન ઘટાડવાનું શરૂ કર્યું. મારા પતિ અશ્વિને મારો સાથ આપ્યો. તેમણે જ મને 'અનુપમા' માટે પ્રેરિત કર્યો હતો.
7/7

રૂપાલી ગાંગુલી આગળ કહે છે કે જ્યારે હું ઘરે હતી ત્યારે એક હાઉસ વાઇફની જેમ જ રહેતી હતી. જ્યારે મે શો સ્વીકાર્યો ત્યારે મને લાગતુ કે શું હું સ્ક્રીન પર સારી દેખાઇશ. આજે દર્શકોનો પ્રેમ જોઇને મને લાગે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં વાપસી કરવાનો મારો નિર્ણય યોગ્ય હતો.
Published at : 15 Apr 2022 08:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
