શોધખોળ કરો
Taarak Mehta Ka Ooltah chashmah: સ્ટાઇલમાં બબીતાજીને પણ ટક્કર આપે છે પોપટલાલની થનારી વાઇફ
ખુશ્બૂ પટેલ
1/6

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલના લગ્નની વાત ચાલી રહી છે. પોપટલાલ વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે હવે થવા જઇ રહ્યું છે. ટીવી શોના પ્રોમો અનુસાર, પોપટલાલના લગ્ન પ્રતિક્ષા નામની યુવતી સાથે થવા જઇ રહ્યા છે. શોના તાજેતરના એપિસોડમાં તમે પોપટલાલની થનારી પત્નીને જોઇ હશે.
2/6

પ્રતિક્ષાનું પાત્ર ભજવનાર યુવતીનું વાસ્તવિક નામ ખુશ્બૂ પટેલ છે. તે એક મોડલ અને એક્ટ્રેસ છે.
3/6

ખુશ્બૂ પટેલના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી તસવીરો જોઈને ખબર પડે છે કે ખુશ્બૂ ખૂબ જ સ્ટાઇલિશ છે અને ટ્રાવેલિંગની પણ શોખીન છે. તેણે વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
4/6

ભારતીયથી માંડીને વેસ્ટર્ન આઉટફિટ્સમાં ખુશ્બૂ પટેલ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. તે શોમાં બબીતા જી એટલે કે મુનમુન દત્તાની સ્ટાઈલને ઘણી ટક્કર આપવા જઈ રહી છે. જોકે શોમાં આગળ શું થશે તેની કોઇને જાણ નથી.
5/6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ખુશ્બુ પટેલ પ્રતિક્ષાના રોલમાં ખૂબ જ શરમાળ છોકરીનો રોલ કરી રહી છે. જેના લગ્ન પોપટલાલ સાથે થવાના છે.
6/6

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 27 May 2022 12:34 PM (IST)
આગળ જુઓ





















