બોલિવૂડ અભિનેત્રી રેખાની ખૂબસૂરતી હંમેશા ચર્ચાંમાં રહે છે. 66 વર્ષની ઉંમરે પણ તે ન્યુકમર એક્ટ્રેસને માત આપે તેટલી સુંદર દેખાઇ છે. તેમના ચહેરા પર કરચલીઓ નથી અને આજે પણ તેમના ચહેરા પર એક નૂર જોવા મળે છે.
2/7
તેમના લાંબા ઘેરા વાળની વાત કરીએ તો જાણવા મળ્યું છે કે, તે હેર ડાઇ યુઝ નથી કરતી. તો સવાલ થાય કે આટલી ઉંમરે તેમના આટલા કાળા વાળ કેમ છે? તો જવાબ છે કે, તે ઘરેલુ નુસખાથી હેર બ્યુટીને બરકરાર રાખે છે.
3/7
મીડિયા રિપોર્ટ મુજબ રેખાના કાળા લાંબા વાળનું રાઝ છે દાળ, રેખા રોજ તેમના વાળ ચણાની દાળની પેસ્ટ લગાવે છે.
4/7
ચણાની દાળની પેસ્ટ વાળને ડેમેજ થતાં બચાવે છે અને આ સાથે તેમના વાળ કાળા પણ રહે છે.
5/7
વાળના ગ્રોથ માટે પ્રોટીન જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે, દાળ પ્રોટીનનું સોર્સ છે. ચણાની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે.
6/7
રેખા ચણાની દાળનું પેસ્ટ વાળમાં લગાવે છે. તેના કારણે સ્કાલ્પમાં બ્લડસર્ક્યુલેશન સારૂં થાય છે. ચણાની દાળમાં આયરન પણ ભરપૂર છે. જેના કારણે વાળ સફેદ નથી થતાં.
7/7
આ પેસ્ટને બનાવવા માટે અડધો કપ દાળ રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ દાળથી પાણી અલગ કરી દો. પલાળેલી દાળમાં દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને સવારે વાળ પર લગાવી દો, 30 મિનિટ સુધી પેસ્ટને વાળમાં રહેવા દો અને ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ ઘરેલુ નુસખાના કારણે જ રેખાના વાળ કુદરતી રીતે જ કાળા છે.