શોધખોળ કરો
Release: આગામી બે દિવસમાં રિલીઝ થઇ રહી છે આ 5 ધાંસૂ ફિલ્મો, જાણો કોની ક્યારે થશે એન્ટ્રી............
Film Release In September Last Week: સપ્ટેમ્બર મહિનાનું છેલ્લા અઠવાડિયુ શરૂ થઇ ગયુ છે. દર અઠવાડિયાની જેમ આ વખતે પણ ફિલ્મોને મેળો લાગવાનો છે.

ફાઇલ તસવીર
1/6

Film Release In September Last Week: સપ્ટેમ્બર મહિનાનું છેલ્લા અઠવાડિયુ શરૂ થઇ ગયુ છે. દર અઠવાડિયાની જેમ આ વખતે પણ ફિલ્મોને મેળો લાગવાનો છે. સપ્ટેમ્બરના આ ચૌથા વીકમાં કેટલીય ધમાકેદાર ફિલ્મો રિલીઝ થવાની છે, જેનો ઇન્તજાર ફેન્સ ખુબ બેસબ્રીથી કરી રહ્યાં છે. આમાંથી કેટલીક ફિલ્મો જે સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે તો કેટલીકની એન્ટ્રી ઓટીટી પ્લેટફોર્મ પર થવાની છે. જાણો સપ્ટેમ્બર મહિનાના આ અંતિમ અઠવાડિયામાં કઇ કઇ થ્રિલર ફિલ્મો રિલીઝ થવાની છે. આ અઠવાડિયાની શાનદાર ફિલ્મો......
2/6

વિક્રમ વેધા - બૉલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશન અને સૈફ અલી ખાનની મૉસ્ટ અવેટેડ ફિલ્મ વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ માટે ફેન્સ પણ ઉતાવળા છે. વિક્રમ વેધાના ટ્રેલરથી એ સ્પષ્ટ થઇ ગયુ છે કે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. સાથે જ ઋત્વિક રોશનના નેગેટિવ રૉલની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે.
3/6

પોન્નિનયન સેલ્વન 1 - સાઉથ સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર મણીરત્નમની બહુચર્ચિત ફિલ્મ પોન્નિયન સેલ્વન પાર્ટ પોતાની રિલીઝ માટે પુરેપુરી રીતે તૈયાર છે. ફિલ્મ પોન્નિયન સેલ્વન 1 વિક્રમ વેધાની સાથે 30 સપ્ટેમ્બરે થિએટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ચોલ શાસકોના અસ્તિત્વની કહાણીને દર્શાવવામાં આવી છે. ફિલ્મ પોન્નિયન સેલ્વન 1માં સાઉથ સુપરસ્ટાર વિક્રમ, કાર્તિ, તૃષા કૃષ્ણન અને બૉલીવુડ સુપરસ્ટાર ઐશ્વાર્ય રાય બચ્ચન સહિતના કલાકાર છે.
4/6

પ્લાન એ પ્લાન બી - બૉલીવુડ કલાકાર રિતેશ દેશમુખ અને એક્ટ્રેસ તમન્ના ભાટિયાની કૉમેડી ફિલ્મ પ્લાન એ પ્લાન બી પણ આ સપ્ટેમ્બરના અંતમાં રિલીઝ થવાની છે. પ્લાન એ પ્લાન બી ઓનલાઇન સ્ટ્રીમિંગ જાણીતી ઓટીટી નેટફ્લિક્સ પર 30 સપ્ટેમ્બરે રિલીઝ કરી દેવામા આવશે.
5/6

નાને વરુવેન - સાઉથના મેગા સુપરસ્ટાર ધનુષની અપકમિંગ તેલુગુ ફિલ્મ નાને વરુવેન પણ આ અઠવાડિયે રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, નાને વરુવેન 29 સપ્ટેમ્બર સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મમાં ધનુષની સાથે એક્ટ્રેસ અલી અબ્રાહમ લીડ રૉલમાં છે.
6/6

કર્મ યુદ્ધ - હિન્દી સિનેમાના દમદાર કલાકાર સતીશ કૌશિક, આશુતોષ રાણા અને એક્ટ્રેસ પૌલી ધામની વેબ સીરીઝ કર્મ યુદ્ધ આ વીકમાં રિલીઝ લિસ્ટમાં સામેલ છે. આ સીરીઝને જાણીતી ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર 30 સપ્ટેમ્બરે સ્ટ્રીમ કરી દેવામા આવશે.
Published at : 28 Sep 2022 04:45 PM (IST)
આગળ જુઓ
Advertisement