સંજુ સેમસન- આ વિકેટકીપર બેટ્સમેનને ટી20નો આક્રમક બેટ્સમન માનવામાં આવે છે, હાર્દિકની સાથે સંજુ છેલ્લી ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને ગમે તે લક્ષ્યને પહોંચી વળવા સક્ષમ ખેલાડી છે. (ફાઇલ તસવીર)
2/7
ઇશાન કિશન- આ વિકેટકીપર બેટ્સમેને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમીને પોતાનો દમ બતાવી દીધો છે. ટી20માં જબરદસ્ત ફોર્મમાં દેખાઇ રહેલો આ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નથી રમી શક્યો. જો રમશે તો હાર્દિકની સાથી જોડી જમાવી શકે છે. (ફાઇલ તસવીર)
3/7
શ્રેયસ અય્યર- અય્યરને ટી20નો બેસ્ટ ખેલાડી ગણાવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે બીજી ટી20માં હાર્દિકની સાથે મળીને ભારતને જીત અપાવી હતી, આ ઉપરાંત આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. (ફાઇલ તસવીર)
4/7
મનિષ પાંડે- કર્ણાટકાનો આ દમદાર ટી20 વર્લ્ડકપમાં હાર્દિકની સાથે તાબડતોડ બેટિંગ કરીને ભારત માટે સારી રમત બતાવી શકે છે. મનિષનુ ફોર્મ હાલ ચિંતાનો વિષય બન્યુ છે. (ફાઇલ તસવીર)
5/7
રવિન્દ્ર જાડેજા- હાર્દિક સાથે જાડેજાની દમદાર બેટિંગને જોઇને કેટલાક લોકો જાડેજાને પાછળના બેટિંગ ઓર્ડરમાં હાર્દિકનો સાથીદાર ગણી રહ્યાં છે. (ફાઇલ તસવીર)
6/7
ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વનડે અને ટી20 સીરીઝમાં ભારતના પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાને ધોનીનો ઓપ્શન ગણી રહ્યાં છે, કેમકે હાર્દિકે અંતિમ ક્રમમાં આવીને ભારતીય ટીમ માટે સારી રમત બતાવી છે, ટી20માં તાબડતોડ બેટિંગ કરીને ભારતને જીત પણ અપાવી છે. હાર્દિકની આ બેટિંગ જોઇને ક્રિકેટ જગતના દિગ્ગજો હાર્દિકને ધોની બાદ ભારતનો બેસ્ટ ફિનિશર માની રહ્યાં છે. પરંતુ સવાલ એ થાય કે જો હાર્દિક બેસ્ટ ફિનિશર હોય તો કયા ખેલાડીઓ એવા છે જે હાર્દિકને ટી20 વર્લ્ડકપમાં સાથે આપી શકે છે. જુઓ લિસ્ટ...... (ફાઇલ તસવીર)
7/7
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટૂર્નામેન્ટ્સ ચાલી રહી છે, વનડે અને ટી20 સીરીઝ પુરી થઇ ચૂકી છે, અને આગામી 17 ડિસેમ્બરથી ટેસ્ટ સીરીઝ શરૂ થવા જઇ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે આગામી વર્ષ રમાનારા ટી20 વર્લ્ડકપ પર છે. દરેક ટીમો પોતાની ટીમનો નવા નવા ખેલાડીઓ અને ખાસ કરીને બેસ્ટ ફિનિશરની શોધમાં છે. ભારતીય ટીમ પણ ધોની બાદ કોઇ બેસ્ટ ફિનિશરને શોધી શક્યુ નથી. (ફાઇલ તસવીર)