અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ચાર મેચની ટેસ્ટ સીરિઝની બે ટેસ્ટ મેચ રમાવાની છે. ત્રીજી ડે નાઈટ ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી રમાવાની છે. બન્ને ટીમો 1-1ની બરાબરી પર ચાલી રહી છે. ત્યારે સીરિઝ જીતવા અને વર્લ્ડ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખી ટીમ ઈન્ડિયા શનિવારે ખૂબ પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. જેની તસવીરો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વિટર પર શેર કરી હતી. (તસવીર- BCCI)
2/4
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને જોઈને ક્રિકેટરો પણ દંગ રહી ગયા હતા. ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોટેરાના જિમમાંથી ભારતીય ખેલાડીઓના વર્કઆઉટની તસવીરો પોતાના ટ્વિટ પર શેર કરી હતી. તેણે મોટેરામાં મળી રહેલી સુવિધાઓ ખૂબ જ સારી ગણાવી છે. (તસવીર- BCCI)
3/4
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી બન્યુ છે. આમાં 1,10,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ બનાવનારી કંપની દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યુ છે.
4/4
BCCIએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની આકરી પ્રેક્ટિસના કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે. જેમાં કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પતં જેવા સ્ટાર ખૂબ પરસેવો પાડતા નજર આવી રહ્યાં છે. (તસવીર- BCCI)