શોધખોળ કરો
મોબાઇલ ટાવરથી કેન્સર થાય છે ? રેડિયેશનના ડર પર સરકારનો મોટો ખુલાસો
WHO અને DoT ની સ્પષ્ટતા: ભારતમાં રેડિયેશનના નિયમો દુનિયા કરતા 10 ગણા કડક, ગભરાવાની જરૂર નથી.
ટૂંકો સારાંશ શું તમારા ઘરની નજીક મોબાઈલ ટાવર હોવાથી તમને કેન્સર કે અન્ય ગંભીર બીમારીઓનો ડર સતાવે છે? જો હા, તો આ સમાચાર તમારા માટે રાહત સમાન છે. ભારત સરકારના દૂરસંચાર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ટાવરના રેડિયેશનથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ભારતમાં રેડિયેશનની મર્યાદા આંતરરાષ્ટ્રીય ધોરણો કરતા પણ વધુ કડક છે.
1/6

ઘણા લાંબા સમયથી સામાન્ય લોકોમાં એવી ગેરમાન્યતા અને ડર ફેલાયેલો છે કે મોબાઇલ ટાવર રેડિયેશન (Mobile Tower Radiation) માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે અને તે કેન્સર જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આ જ મૂંઝવણને કાયમી ધોરણે દૂર કરવા માટે ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર માહિતી શેર કરીને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
2/6

સરકારના જણાવ્યા અનુસાર, મોબાઈલ ટાવરમાંથી નીકળતા તરંગો નિર્ધારિત સુરક્ષા માપદંડોની અંદર જ હોય છે અને તે માનવ સ્વાસ્થ્ય માટે જરાય હાનિકારક નથી. આ દાવો માત્ર ભારત સરકારનો જ નહીં, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના તારણો પર પણ આધારિત છે. DoT એ સ્પષ્ટ કર્યું છે કે રેડિયેશનથી કેન્સર થાય છે તેવા કોઈ ઠોસ વૈજ્ઞાનિક પુરાવા આજ સુધી મળ્યા નથી.
Published at : 03 Jan 2026 04:42 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















