શોધખોળ કરો
અચાનક હાર્ટ એટેક આવે અને તમે એકલા હોવ તો શું કરવું? આ 5 ટિપ્સ તમારો જીવ બચાવી શકે છે
હાલના સમયમાં હાર્ટ એટેક માત્ર વૃદ્ધોનો જ નહીં, પરંતુ યુવાનોનો પણ ગંભીર રોગ બની ગયો છે. જો તમને અચાનક હાર્ટ એટેક આવે અને તમે એકલા હોવ, તો જીવન બચાવવા માટે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા અનિવાર્ય છે.
વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન આવેલા અહેવાલો મુજબ, હાર્ટ એટેકના લગભગ અડધા દર્દીઓ એવા હતા જેઓ એકલા હતા અને સમયસર તબીબી સહાય મેળવી શક્યા ન હતા, જેના કારણે ઘણાએ જીવ ગુમાવ્યો હતો. અહીં એવી ૫ મહત્વની ટિપ્સ આપવામાં આવી છે જે ગંભીર પરિસ્થિતિમાં તમારો જીવ બચાવી શકે છે. જો તમને હાર્ટ એટેકના લક્ષણો (જેમ કે છાતીમાં દબાણ, શ્વાસ લેવામાં તકલીફ, જડબા કે હાથમાં દુખાવો) અનુભવાય, તો ગભરાયા વિના નીચે મુજબના પગલાં લો:
1/7

૧. તાત્કાલિક મદદ માટે સંપર્ક કરો: સૌથી પહેલું કામ ૧૦૮ અથવા નજીકની હોસ્પિટલની કટોકટી સેવાને કૉલ કરવાનું છે. કોઈપણ સંજોગોમાં જાતે ગાડી ચલાવીને હોસ્પિટલ જવાનો પ્રયાસ ન કરવો, કારણ કે રસ્તામાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
2/7

૨. શરીરને સંપૂર્ણ આરામ આપો: તમારા શરીરને શક્ય તેટલો આરામ આપો. તરત જ ખુરશી પર બેસી જાવ અથવા જમીન પર સૂઈ જાઓ. હૃદય પર વધુ દબાણ ન આવે તે માટે શરીરને વધારે ખસેડશો નહીં.
Published at : 15 Oct 2025 07:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















