શોધખોળ કરો
Health: દરરોજ ખાલી પેટ મધ અને લીંબુના સેવનથી શરીરને થાય છે આ 6 અદભૂત ફાયદા
મોટાભાગના સેલેબ્સના મોઢેથી તમે સાંભળ્યું જ હશે કે, તેઓ સવારે ઉઠીને લીંબુ અને મધનું પાણી પીવે છે. જો મોટા ભાગના લોકોનો દિવસ આ ડિટોકસ ડ્રિન્કથી જ શરૂ થાય છે. જાણીએ સેવનના ફાયદા

પ્રતીકાત્મક
1/8

મોટાભાગના સેલેબ્સના મોઢેથી તમે સાંભળ્યું જ હશે કે, તેઓ સવારે ઉઠીને લીંબુ અને મધનું પાણી પીવે છે. જો મોટા ભાગના લોકોનો દિવસ આ ડિટોકસ ડ્રિન્કથી જ શરૂ થાય છે. હાલ લીંબુ અને મધના સેવનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, લીંબુ વિટામિન-સીનો ભરપૂર સ્ત્રોત છે. જ્યારે મધ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે.જાણીએ ખાલી પેટ તેના સેવનથી શું થાય છે ફાયદા
2/8

મધ અને લીંબુ પાણી પીવાથી તાજગી અને આરામ મળે છે. લીંબુ અને મધ એ બે ઘટકો છે જે પોષક તત્વોથી ભરપૂર છે અને તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
3/8

શરીરને ડિટોક્સ કરે છે-આખા દિવસ દરમિયાન, ઘણા બધા હાનિકારક બેક્ટેરિયા અને જંતુઓ હવા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. તેઓ આપણને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. મધ અને લીંબુના મિશ્રણમાં ખૂબ જ શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે! તે બેક્ટેરિયા અને જંતુઓને બેઅસર કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે ખાલી પેટ આનું સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક તત્વો નીકળી જાય છે.
4/8

વજન ઘટાડવામાં મદદગાર ડ્રિન્ક-ગ્રીન ટીની જેમ જ મધ-લીંબુનું પાણી મેટાબોલિઝમ તેજ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટ પણ ભરેલું રહે છે. મધ અને લીંબુ પાણી તમને હાઇડ્રેટેડ રાખશે અને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરશે.
5/8

પાચનમાં મદદ કરે છે-એકવાર તમે દરરોજ સવારે મધ અને લીંબુ પાણી પીવાનું શરૂ કરો તો તમારી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ હેલ્ધી ટોનિક તમારા પાચનતંત્રને દુરસ્ત કરે છે. મધ અને લીંબુ પાણી પિત્ત અને પેટના એસિડ જેવા પાચન રસના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે.
6/8

ત્વચાને સાફ કરે છે-વધતું પ્રદૂષણ, સૂર્યના હાનિકારક કિરણો, હોર્મોનલ અસંતુલન અને એલર્જી તમારી ત્વચા પર અસર કરે છે. જો તમે પિમ્પલ્સ અથવા ફોલ્લીઓને દૂર કરવા માંગો છો, તો નિયમિતપણે લીંબુ અને મધનું પાણી પીવું શ્રેષ્ઠ છે.
7/8

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે- પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે. જે ફ્લૂ, ઉધરસ અને શરદી, સિઝનલ બીમારી વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેકશનથી બચાવે છે. સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ચેપને આગળ વધતા અટકાવશે. લીંબુ અને મધના પાણીનું નિયમિત સેવન કરવાથી રોગો દૂર રહે છે. આ ઉપરાંત, આ પીણામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
8/8

હવે જાણી લો લીંબુ અને મધનું પાણી પીવાની સાચી રીત-ઘણા લોકો પાણીને ગરમ કરીને તેમાં મધ અને લીંબુ નાખીને પીવે છે. પરંતુ આ પદ્ધતિ ખોટી છે! તમને જણાવી દઈએ કે મધને ક્યારેય પણ ખૂબ ગરમ પાણીમાં ભેળવવું જોઈએ નહીં. આયુર્વેદ અનુસાર આ બંનેના ગુણોધર્મ અલગ-અલગ છે. એટલા માટે માત્ર હૂંફાળા પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવો. તે વધુ ફાયદાકારક નિવડે છે. નહિતો મધના અને લીંબુના ગુણોનો લાભ નથી મળતો.
Published at : 26 Apr 2023 08:32 AM (IST)
આગળ જુઓ
Advertisement