શોધખોળ કરો
એક વાટકી દહીં અનેક રોગોને રાખશે દૂર, જાણો તેને ખાવાનો યોગ્ય સમય
પ્રોબાયોટિકથી ભરપૂર દહીં પાચન સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હાઈ બીપીમાં પણ રાહત આપે છે, સવારે નાસ્તામાં ખાવું વધુ ફાયદાકારક
દહીં એક એવું ડેરી ઉત્પાદન છે જે તેના સ્વાદ અને આરોગ્ય માટે જાણીતું છે. તેમાં રહેલા પ્રોબાયોટિક તત્વો અને પોષક તત્વોને કારણે દહીં પાચનક્રિયાને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હાડકાંને મજબૂત બનાવવા માટે પણ અત્યંત ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં ખાવાનો સૌથી યોગ્ય સમય કયો છે? નિષ્ણાતોના મતે, જો તમે સવારના નાસ્તામાં દહીંનું સેવન કરો છો, તો તેનાથી તમને અનેકગણા ફાયદા મળી શકે છે. સવારના નાસ્તામાં દહીં ખાવાની પરંપરા ભારતમાં સદીઓથી ચાલી આવે છે અને તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ અનેક છે.
1/6

એક વાટકી દહીંનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેમાં રહેલા પ્રોબાયોટિક તત્વોની વિપુલતા માત્ર પાચનક્રિયાને જ સુધારવામાં મદદ કરે છે, પરંતુ તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને હાડકાંને પણ સ્વસ્થ રાખે છે.
2/6

સવારના નાસ્તામાં દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે દહીંમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયા અને વાયરસના કારણે થતા અનેક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. આ સિવાય, તે ફ્લૂ જેવા મોસમી રોગોને રોકવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
Published at : 17 Mar 2025 06:37 PM (IST)
આગળ જુઓ





















