આજકાલ દસમાંથી 7 લોકો બેલી ફેટ અને વધતાં વજનની સમસ્યાથી પરેશાન છે. તો સામાન્ય નુસખાથી કેવી રીતે વજન ઘટાડી શકાય જાણીએ...
2/6
જો આપ વજન ઘટાડવા ઇચ્છતા હો તો રોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવો. અથવા તો જીરા પાણીમાં લીંબુ નાખીને પણ પી શકાય આ પ્રયોગ વજન ઘટાડવા માટે કારગર છે. આ પાણી પીધા બાદ 2 કલાક સુધી કઇ પણ ખાવાનું અવોડ કરો.
3/6
દિવસમાં કમસે કમ 5થી6 લિટર પાણી પીવો, તેથી ત્વચા અને બોડી હાઇડ્રેઇટ રહે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે.
4/6
જમ્યા બાદ અડધા કલાક સુધી પાણી પીવાનું ટાળો, તેમજ જમ્યા બાદ 20થી30 ટહેલવાની આદત પાડો.
5/6
એક સમય ઠાંસી-ઠાંસીથી ખાવાના બદલે અલ્પ આહાર લેવાની આદત પાડો. લંચમાં 2 રોટલી, સબ્જી અને એક વાટકી દાળ-ભાત લેવું પુરતું છે. લંચની સાથે છાશ અને દહીનું સેવન અવશ્ય કરો. તેનાથી પાચનતંત્ર દુરસ્ત રહે છે અને મોટાબોલિઝમ સારૂ રહે છે.
6/6
આપના ડાયટમાં વધુને વધુ સલાડ અને ફળોને સામેલ કરો. આ પ્રકારનું ડાયટ પણ વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે. એક કલાક રોજ વર્કઆઉટ માટે ફાળવો,. રનિંગ, પ્લેન્ક, જંપિગ જેકને વર્ક આઉટમાં સામેલ કરો. તેનાથી વેઇટ લોસમાં મદદ મળે છે.