શોધખોળ કરો
એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ? જાણો તેનાથી થતા ફાયદાઓ
લગભગ દરેક વ્યક્તિ પોતાના ડાયટમાં અને હેલ્ધી ફ્રૂડ્સને લિસ્ટમાં બદામનો સમાવેશ કરે છે. બદામ એક પાવરફૂલ ડ્રાઇ ફ્રૂટ છે. જે પ્રોટીન, હેલ્ધી ફેટ અને ફાઇબરથી ભરપૂર હોય છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

લગભગ દરેક વ્યક્તિ પોતાના ડાયટમાં અને હેલ્ધી ફ્રૂડ્સને લિસ્ટમાં બદામનો સમાવેશ કરે છે. બદામ એક પાવરફૂલ ડ્રાઇ ફ્રૂટ છે. જે પ્રોટીન, હેલ્ધી ફેટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેથી, બદામ હૃદયના સ્વાસ્થ્ય અને એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, ઘણા લોકો વજન વધવાના ડરથી બદામ ખાતા નથી. અને કેટલાક લોકો વજન વધારવા અને સ્વસ્થ ચરબી મેળવવા માટે ખૂબ બદામ ખાય છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે દિવસમાં કેટલી બદામ ખાઈ શકાય.
2/7

એક દિવસમાં 50 ગ્રામ બદામ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. દરરોજ 50 ગ્રામ બદામ ખાવાથી વજન વધતું નથી. તેના બદલે તે બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ઘણા સંશોધનો અનુસાર, મોટાભાગના લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જો બદામ જેવા સુપરફૂડ્સને રોજિંદા ડાયટમાં સામેલ કરવામાં આવે તો તે આ રોગોને ઘટાડવામાં મદદ કરી શકે છે.
Published at : 18 Apr 2025 01:56 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















