શોધખોળ કરો
આ 5 નાસ્તા દેખાવમાં લાગે ખૂબ જ યમી, પરંતુ વાસ્તવમાં છે બિનઆરોગ્યપ્રદ
વહેલી સવારે નાસ્તો કરવો જરૂરી છે. આખા દિવસની ઉર્જા આના પર નિર્ભર કરે છે, આવી સ્થિતિમાં જો તમે યોગ્ય નાસ્તો ન કરો તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે, જાણો નાસ્તામાં શું ન ખાવું જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/5

સવારે વહેલા તળેલી પૂરી ખાવી સ્વાસ્થ્ય માટે સારી નથી, કારણ કે તેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી હોતું પરંતુ તેમાં ઘણી કેલરી હોય છે, વહેલી સવારે તેલમાં તળેલી પૂરી ખાવાથી ગેસ પણ થઈ શકે છે, આ સ્થિતિમાં તમારો આખો દિવસ ભારે પસાર થઈ શકે છે.
2/5

તમે સવારે જે બ્રેડ અને જામને હેલ્ધી માનીને ખાઓ છો તે બિલકુલ હેલ્ધી નથી. સફેદ બ્રેડમાં પ્રોસેસ્ડ ઘઉં અને જામમાં વધારાની ખાંડ, રંગ અને પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે. તેમાં કોઈ પોષક તત્વો નથી હોતા.
Published at : 08 Dec 2022 06:38 AM (IST)
આગળ જુઓ





















