શોધખોળ કરો
Weight loss tips: ઝડપથી વજન ઘટાડવા માટે અપનાવો આ ટિપ્સ, થશે ફાયદો
Weight loss tips: ઝડપથી વજન ઘટાડવા માટે અપનાવો આ ટિપ્સ, થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર
1/6

હાલના સમયમાં વજન વધી જવુ અથવા તો પેટની ચરબી બહાર આવવી સામાન્ય સમસ્યા બની ગઈ છે. વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો તો તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
2/6

જો તમારું વજન સતત વધતું જાય તો તેને ઓછું કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત જીમમાં જઈને અને ડાયેટિંગ કર્યા પછી પણ લોકોને વધારે ફાયદો નથી થતો.
3/6

વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો સૌપ્રથમ વધુ પાણી પીવાનું રાખો. આખો દિવસ તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પાણી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સવારે સૌથી પહેલા પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ સારું રહે છે.
4/6

આપણા ઘરનો ખોરાક હેલ્ધી હોય છે જે વજનને નિયંત્રણમાં રાખે છે. વજન ઘટાડવા માટે સૌપ્રથમ બહારનું જમાવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી ઘરનો ખોરાક જ ખાવો જોઈએ. આપણા વડીલોને ઘરનું રાંધેલું ભોજન ખાવાની સલાહ આપતા આપણે સતત સાંભળતા આવ્યા છીએ.
5/6

એક ભોજનમાં માત્ર શાકભાજી અથવા ફણગાવેલા કઠોળનો સમાવેશ કરો. સાંજે 7 વાગ્યા પછી અનાજ (ઘઉં અને ચોખા)નું સેવન ઓછું કરો. સવારના નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ, ચણા, બીજ અથવા ફળો ખાઓ.
6/6

ખાંડ અને મીઠાથી ભરપૂર વસ્તુઓનો વપરાશ ઓછો કરો. ખાંડ ઝડપથી વજન વધારે છે. વધારે મીઠું ખાવાથી તમારું પેટ ફૂલી શકે છે અને તમને ફૂલેલું લાગે છે.
Published at : 03 Mar 2025 08:30 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
દુનિયા





















