શોધખોળ કરો
કોલેસ્ટ્રોલથી બ્લોક થયેલી નસો એકદમ સાફ થશે, દરરોજ સવારે આ જ્યુસ પીવો
કોલેસ્ટ્રોલથી બ્લોક થયેલી નસો એકદમ સાફ થશે, દરરોજ સવારે આ જ્યુસ પીવો

પ્રતિકાત્મક તસવીર
1/6

જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે, ત્યારે નસો બ્લોક થઈ જાય છે. જેને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવીશું જેને પીવાથી તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકો છો.
2/6

ગ્રીન ટી, ઓટ ડ્રિંક્સ, સોયા ડ્રિંક્સ અને પ્લાન્ટ મિલ્ક સ્મૂધી સહિત ઘણાં વિવિધ પ્રકારના પીણામાં એવા સંયોજનો હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા અથવા નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
3/6

આ જ્યૂસનું નામ છે 'આમળા અને ગાજરનું જ્યૂસ'. આમળા અને ગાજર બંને એવી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે આપણી નસોને સાફ રાખવામાં મદદ કરે છે.
4/6

2 આમળા, 2 ગાજર, થોડું પાણી, 1 ચમચી મધ (સ્વાદ માટે), પહેલા આમળા અને ગાજરને સારી રીતે ધોઈ લો. ગાજરના નાના ટુકડા કરી લો. હવે આ બંનેને મિક્સરમાં નાખો, થોડું પાણી ઉમેરીને બરાબર બ્લેન્ડ કરો.
5/6

રસને ગાળીને તેમાં મધ ઉમેરો. તમારો જ્યુસ તૈયાર છે. દરરોજ સવારે ખાલી પેટ તેને પીવાથી તમે ખરાબ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવી શકો છો અને હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકો છો.
6/6

આમળા અને ગાજરનો રસ કુદરતી રીતે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. આ ફક્ત તમારા હૃદયના સ્વાસ્થ્યને જ નહીં, પણ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આ સિવાય આમળા અને ગાજર બંનેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
Published at : 11 Feb 2025 08:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
