શોધખોળ કરો
Potassium Rich Foods: પોટેશિયમની કમીના કારણે થઇ શકે છે શરીરમાં આ સમસ્યા, ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ
પોટેશિયમ એ ખનિજ છે જેની આપણા શરીર માટે ખૂબ જ જરૂર છે. તેની ઉણપથી આુપના થકાવટનો અનુભવ થાય છે.

હેલ્થ ટિપ્સ
1/7

પોટેશિયમ એ ખનિજ છે જેની આપણા શરીર માટે ખૂબ જ જરૂર છે. આ પોષક તત્ત્વોની ઉણપને કારણે હાઈપોકલેમિયા થઇ શકે છે.. આ એક એવી તબીબી સ્થિતિ છે જેમાં પોટેશિયમની ઉણપ કાં તો યોગ્ય આહાર ન ખાવાથી શરૂ થાય છે અથવા તો ઝાડા અને ઉલટીને કારણે શરીર તેને મેળવી શકતું નથી.
2/7

જ્યારે તમને આ પોષક તત્વો ન મળે તો તમારે બ્લડ પ્રેશર, કબજિયાત, સ્નાયુઓની નબળાઈ અને થાકનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારી આહાર શૈલીમાં ફેરફાર કરવો પડશે જેથી કરીને આ જોખમને ટાળી શકાય.
3/7

દૂધ એક સંપૂર્ણ ખોરાક છે, તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, સાથે જ દૂધની બનાવટોમાં પણ ભરપૂર માત્રામાં પોટેશિયમ મળી આવે છે. જો તમે એક કપ લો ફેટ દૂધ પીશો તો તમને લગભગ 350 થી 380 મિલિગ્રામ પોટેશિયમ મળશે.
4/7

આપણામાંથી ભાગ્યે જ કોઈ એવો હશે જેણે આ ફળ ન ખાધું હશે. અન્ય ઘણા પોષક તત્વો ઉપરાંત તેમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે મધ્યમ કદનું કેળું ખાશો તો તમને લગભગ 422 મિલિગ્રામ પોટેશિયમ મળશે.
5/7

સૅલ્મોન, મેકરેલ, હલિબટ, ટુના અને સ્નેપર જેવી દરિયાઈ માછલીમાં 400 મિલિગ્રામથી વધુ પોટેશિયમ હોય છે.
6/7

લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. અડધો કપ પાલકને રાંધીને ખાવામાં આવે તો શરીરને લગભગ 400 મિલિગ્રામ પોટેશિયમ મળે છે.
7/7

બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે કોઈપણ શાકભાજી સાથે તૈયાર કરી શકાય છે. જો તમે બટાકાને રાંધતી વખતે તેની છાલ નહીં કાઢો તો શરીરને 900 મિલિગ્રામથી વધુ પોટેશિયમ મળશે.
Published at : 14 Sep 2022 08:50 AM (IST)
આગળ જુઓ
Advertisement