શોધખોળ કરો
Boost Immunity: ઓમિક્રોનથી લક્ષણ મેળવવા માટે આ 5 સુપર ફૂડને કરો ડાયટમાં સામેલ

6
1/6

Omicron Coronavirus: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાટાં ફળો, આમળા, બાજરી, ગોળ-ઘી અને આદુનો ઉપયોગ કરો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમે કોરોનાના સંક્રમણથી બચી શકશો.
2/6

શક્કરિયાની મોસમ શિયાળામાં હોય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શક્કરિયામાં વિટામિન-એ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને બળતરાની સમસ્યામાં રાહત મળે છે. શક્કરિયા વિટામિન-સી અને બીટા-કેરોટીનનો સારો સ્ત્રોત છે. તમે તેને શેકીને ચાટ મસાલા સાથે ખાઇ શકો છો. બાફેલા શક્કરિયા બાળકોને દૂધમાં મિક્સ કરીને પણ આપી શકાય છે.
3/6

આયુર્વેદમાં ઘીને એવો ખોરાક માનવામાં આવે છે જે શરીરને મજબૂત બનાવે છે. રોજ ઘી ખાવાથી શરીર ગરમ રહે છે. ઘી ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. બાળકોના હાડકાંને મજબૂત કરવા માટે પણ ઘી આપવું જોઈએ. ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે અને ત્વચાની ડ્રાયનેસ દૂર થશે. ઘીને રોટલી, દાળ, ભાત કે શાક માં ઉમેરીને ખાઈ શકો છો
4/6

શિયાળામાં તમારે ગોળનું સેવન વધારવું જોઈએ. તેનાથી હિમોગ્લોબીની ટકાવારી વધે છે. ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. ગોળ ખાવાથી શરદી અને ફ્લૂમાં પણ રાહત મળે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, સેલેનિયમ અને પોટેશિયમ જેવા તત્વો સારી માત્રામાં હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
5/6

શિયાળામાં પણ આદુનું સેવન કરવું જોઈએ. આદુ ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે. આદુમાં ઓક્સિડેટીવ ગુણો હોય છે. જે ગળાના દુખાવામાં આરામ આપે છે. આદુના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તે કેન્સર અને પાચન જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોની સમસ્યાને પણ દૂર કરે છે.
6/6

શિયાળામાં ખજૂરને તમારા આહારનો ભાગ બનાવો. ખજૂર ખાવાથી શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરની સપ્લાય થાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંતને ફાયદો થાય છે. રોગપ્રતિકારક શક્તને બૂસ્ટચ કરે છે.
Published at : 19 Jan 2022 01:12 PM (IST)
આગળ જુઓ
Advertisement