શોધખોળ કરો
Hair Falls: હેર લોસની સમસ્યાનું જડથી થશે નિવારણ આ અજમાવી જુઓ દેશી અકસીર ઉપાય
Hair Falls: અનિયમિત અને અનહેલ્ધી ફૂડ હેબિટ તેમજ અવ્યવસ્થિત જીવન શૈલી હેર લોસનું મુખ્ય કારણ છે. જો આપ પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ એક દેશી ઉપાય અજમાવી જુઓ
પ્રતીકાત્મક તસવીર
1/6

તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો આ દેશી ઘરેલું ઉપાય અપનાવી જુઓ, તે વધુ કારગર ટિપ્સ છે. સપ્તાહમાં 2 વખત આ ઉપાય કરી જુઓ 6 મહિનામાં પરિણામ મળશે
2/6

ઘર પર હેર પેક બનાવવા માટે તમારે એક ચતુર્થાંશ કપ મેથીના દાણા અને એક ચમચી મધની જરૂર પડશે. સૌથી પહેલા મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે પલાળેલી મેથીના દાણાને પીસીને તૈયાર કરો.
3/6

હવે એક બાઉલમાં મેથીના દાણાની પેસ્ટ અને મધને કાઢી લો અને પછી આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
4/6

આ પેસ્ટને તમારા વાળના મૂળમાં લગાવો. વધુ સારા પરિણામો મેળવવા માટે, તમારે આ હેર પેકને તમારા વાળ પર થોડો સમય લગાવીને રાખવું પડશે. 30 મિનિટ રાખો બાદ ઠંડા પાણીથી તમારા વાળ વોશ કરી લો
5/6

આ હેર પેકની મદદથી તમે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ કે આ કુદરતી હેર પેકમાં જોવા મળતા તત્વો તમારા વાળને પોષણ આપવા અને તેમને મજબૂત બનાવવામાં કારગર સાબિત થઈ શકે છે.
6/6

આ હેર પેકના ઉપયોગ ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મેળવવા માટે કરી શકાય છે. અઠવાડિયામાં એક કે બે વાર આ હેર પેકનો ઉપયોગ કરવાથી તમારા વાળ સિલ્કી અને ચમકદાર બનશે. એકંદરે, આ હેર પેક તમારા વાળના સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.
Published at : 12 Apr 2025 09:10 AM (IST)
આગળ જુઓ





















