શોધખોળ કરો
બેન્કમાં નોકરી મેળવવાની શાનદાર તક, આ પદો પર બહાર પડી ભરતી
બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેનેરા બેન્કે ક્રેડિટ ઓફિસર (જૂનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ I) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેનેરા બેન્કે ક્રેડિટ ઓફિસર (જૂનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ I) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.
2/6

આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 30 જાન્યુઆરી 2025થી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો 20 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
3/6

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે સ્નાતક પૂર્ણ કરેલ હોવું આવશ્યક છે. જો કે, SC/ST/OBC/PWBD શ્રેણીના ઉમેદવારોને 5 ટકાની છૂટ આપવામાં આવે છે, એટલે કે, ઓછામાં ઓછા ગુણ આ શ્રેણીઓના ઉમેદવારો માટે 55 ટકા ટકા રાખવામાં આવ્યા છે.
4/6

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
5/6

સામાન્ય શ્રેણીના તમામ ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા છે જ્યારે SC/ST/PWBD શ્રેણીના ઉમેદવારો માટે ફી 150 રૂપિયા છે. ફી ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ જમા કરાવી શકાય છે.
6/6

સૌ પ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઇટ ibpsonline.ibps.in/cbicojan25/ પર જાઓ. હોમ પેજ પર "Click here for New Registration"પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો. પછી બાકીની વિગતો ભરો. સહી અને ફોટોગ્રાફ અપલોડ કરો. નિર્ધારિત ફી ઓનલાઈન ભરો અને ફોર્મ સબમિટ કરો.
Published at : 31 Jan 2025 10:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
