શોધખોળ કરો
Credit Card: ક્રેડિટ-ડેબિટ કાર્ડ સંબંધિત આ મહત્વપૂર્ણ કામ 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરો! નહિંતર પાછળથી થશે સમસ્યા
RBIએ કોર્ડ-ઓન-ફાઈલ ડેટા સ્ટોર કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 થી વધારીને 30 જૂન, 2022 કરી હતી. બાદમાં તેને ફરીથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર
1/8

ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે આવતા મહિનાથી કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઈઝેશન નિયમ 01 ઓક્ટોબરથી અમલમાં આવવા જઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહે છે કે ટોકનાઈઝેશન સિસ્ટમ લાગુ થયા બાદ કાર્ડધારકોના પેમેન્ટ અનુભવમાં સુધારો થશે અને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વ્યવહારો પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે.
2/8

નવા નિયમોના અમલીકરણ પછી, જ્યારે પણ ગ્રાહકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પોઈન્ટ ઓફ સેલ મશીન, ઓનલાઈન અથવા કોઈપણ એપમાં ચુકવણી કરશે, ત્યારે તેમના કાર્ડની વિગતો એનક્રિપ્ટેડ ટોકન્સના સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવશે. પહેલા આ નિયમ 01 જાન્યુઆરીથી લાગૂ થવાનો હતો. વિવિધ હિતધારકો તરફથી મળેલા સૂચનોને ધ્યાનમાં લઈને, RBIએ કોર્ડ-ઓન-ફાઈલ ડેટા સ્ટોર કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 થી વધારીને 30 જૂન, 2022 કરી હતી. બાદમાં તેને ફરીથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો.
Published at : 25 Aug 2022 06:29 AM (IST)
આગળ જુઓ





















