શોધખોળ કરો
Dollar Rupee Connection: જાણો કેમ ડૉલરને કહે છે દુનિયાની સૌથી 'શક્તિશાળી' કરન્સી, આ છે તેની સાથે જોડાયેલા ફેક્ટ્સ
ફાઇલ તસવીર
1/6

Dollar Rupee Connection: ડૉલરની સરખામણીમાં ભારતીય રૂપિયો સતત કમજરો થતો જાય છે. ભારતીય રૂપિયા ઉપરાંત દુનિયાભરની બીજી કરન્સીનુ આકલન પણ ડૉલરના હિસાબે કરવામાં આવે છે. ડૉલરને દુનિયાની 'પાવરફૂલ' કરન્સી પણ કહેવામાં આવે છે.
2/6

દુનિયાભરમાં કેટલાય પ્રકારની કરન્સી છે, જેમ કે રૂપિયો, યુઆન, યૂરો, પાઉન્ડ આમ છતાં દુનિયાભરમાં ડૉલરથી જ લેવડદેવડ થાય છે. ડૉલરને વર્લ્ડના દરેક દેશ માટે આંતરરાષ્ટ્રીય કરન્સી માનવામાં આવે છે, આના પાછળ કેટલાક કારણો છે.
3/6

દુનિયામાં સૌથી વધુ સોનુ અમેરિકામાંથી કાઢવામાં આવે છે, જ્યારે પણ કોઇ દેશ અમેરિકામાંથી સોનુ ખરીદવા માંગે છે તો તે માત્ર કરન્સી ડૉલરમાં જ તેની ચૂકવણી ઇચ્છે છે. આવામાં અન્ય દેશોને પણ આ વાત માનવી પડે છે. જોકે, ડૉલરના પાવરફૂલ હોવાનુ આ માત્ર એક કારણ છે.
4/6

દુનિયાભરમાં હથિયારો બનાવનારી મોટાભાગની કંપનીઓ અમેરિકાની જ છે. જ્યારે કોઇ દેશને હથિયાર જોઇએ છે, તો અમેરિકા પર નિર્ભર રહે છે, હથિયારોના બદલામાં અમેરિકાને ડૉલરમાં ચૂકવણી કરવામા આવે છે.
5/6

ઇરાક, ઇરાન સહિતના આરબ દેશોમાં કાચુ તેલ કાઢનારી કંપનીઓ મોટાભાગે અમેરિકાની જ છે, આ કંપનીઓ ડૉલરમાં જ ચૂકવણી લેવાનો પસંદ કરે છે. આની સાથે જ શેલ ટેકનિકથી તેલ ઉત્પાદન કરવાના મામલામાં અમેરિકા જ આગળ છે, એક દાયકા પહેલા સુધી શેલ ટેકનોલૉજી પર અમેરિકાની જ હકૂમત હતી, આ કારણથી ડૉલર દુનિયાની પાવરફૂલ કરન્સી છે.
6/6

હાલના સમયમાં 100 ડૉલરની નજીક નવ આરબથી વધુ નૉટ ચલણમાં છે, જેમાંથી બે તૃત્યાંશ બીજા દેશોમાં છે. કુલ છપાનારી નૉટોમાં 100 ડૉલરની નૉટ 7 ટકા હોય છે. આનુ વિતરણ ન્યૂયોર્ક સ્થિત રિઝર્વ કેશ ઓફિસમાંથી કરવામાં આવે છે, આના પર બેન્ઝામિનની તસવીર હોય છે, જે અમેરિકાની સ્થાપના કરનારાઓમાંના એક છે.
Published at : 18 Jun 2022 11:08 AM (IST)
આગળ જુઓ




















