શોધખોળ કરો
પીએમ કિસાન 21મો હપ્તો: દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર! આ તારીખે ખાતામાં ₹2,000 જમા થશે!
PM-Kisan Samman Nidhi: દેશભરના લાખો ખેડૂતો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 21મા હપ્તા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક નવું અપડેટ સામે આવ્યું છે.
PM-Kisan 21st instalment: દિવાળી પહેલા આ હપ્તો જમા થવાની આશા હતી, પરંતુ વિલંબ થયો છે. હવે અહેવાલ છે કે સરકાર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આ રકમ એટલે કે ₹2,000 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. જોકે, આ વખતે e-KYC અને આધાર સાથે બેંક ખાતું લિંક ન કરાવનાર ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે નહીં. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે e-KYC વિના કોઈને પણ આ સહાય મળશે નહીં. આ વિલંબનું એક સંભવિત કારણ બિહાર વિધાનસભા ચૂંટણી પણ માનવામાં આવી રહ્યું છે, જેનો પહેલો અને બીજો તબક્કો અનુક્રમે 6 અને 11 નવેમ્બર ના રોજ યોજાશે.
1/5

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલા દેશભરના લાખો ખેડૂતો હાલમાં ₹2,000 ના 21મા હપ્તા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે દિવાળીના તહેવાર પહેલા રકમ જમા થઈ જવાની આશા હતી, પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકી નથી. લાંબા સમયની રાહ જોયા બાદ હવે એક નવું અપડેટ સામે આવ્યું છે: અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી શકે છે.
2/5

આનો અર્થ એ થયો કે જે ખેડૂતોએ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે, તેમને આગામી થોડા જ દિવસોમાં ₹2,000 નો આગામી હપ્તો મળી જશે. જોકે, સરકારે આ રકમ ટ્રાન્સફર કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ 1 થી 5 નવેમ્બર ની વચ્ચે હપ્તો જાહેર થવાની પ્રબળ સંભાવના છે.
Published at : 21 Oct 2025 05:15 PM (IST)
આગળ જુઓ
Advertisement




















