શોધખોળ કરો
1 જુલાઈથી બદલાઈ જશે સિમ કાર્ડના નિયમો, તમે નહીં કરી શકશો આ કામ, Airtel, Jio, Voda યુઝર્સ ધ્યાન આપે
Sim Card Rule Change: 1લી જુલાઈથી સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં બદલાઈ જશે. ટ્રાઈએ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કર્યા છે. ફરી એકવાર સિમ કાર્ડને લગતા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

Sim Card Rule Change: 1 જુલાઈથી સિમ કાર્ડને લગતા નિયમો બદલાવાના છે. ટ્રાઈએ વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કર્યા છે. ફરી એકવાર હવે સિમ કાર્ડને લગતા નિયમો બદલાવાના છે.
1/5

મોબાઈલ નંબર પોર્ટેબિલિટીને લગતા નિયમમાં ફેરફારનો નિર્ણય લેવાયો છે. સિમ સ્વેપ ફ્રોડને રોકવા માટે ટ્રાઈએ આ નિર્ણય લીધો છે. આ નવો નિયમ શું છે, અને તે કેમ લાગુ કરવામાં આવ્યો છે, સિમ સ્વેપ શું છે, જાણો તેની સંપૂર્ણ માહિતી.
2/5

સિમ કાર્ડ ચોરાઈ જવા પર અથવા ખરાબ થઈ જવાની સ્થિતિમાં તમારે થોડા દિવસ રાહ જોવી પડશે. આ પહેલા સિમ કાર્ડ ચોરાઈ જવા પર અથવા ખરાબ થઈ જવા પર તમે દુકાનેથી તરત જ સિમ કાર્ડ લઈ શકતા હતા. પરંતુ હવે તેનો લૉકિંગ પીરિયડ વધારવામાં આવ્યો છે.
3/5

હવે નવા વપરાશકર્તાઓએ નવા સિમ કાર્ડ માટે સાત દિવસની રાહ જોવી પડશે. તે પછી જ નવું સિમ કાર્ડ મળશે. એમએનપી નિયમોમાં ફેરફાર કર્યા પછી હવે સાત દિવસનો લૉકિંગ પીરિયડ રાખવામાં આવ્યો છે.
4/5

ફ્રોડ અને છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે એકવાર સિમ કાર્ડ ચોરાઈ ગયા પછી તે નંબર બીજા સિમ કાર્ડ પર એક્ટિવેટ કરવામાં આવ્યો. તે પછી અન્ય ઘણી ઘટનાઓ બની છે. હવે ઓનલાઈન સ્કેમની ઘટનાઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નોટિફિકેશન ટ્રાઈએ માર્ચમાં જારી કર્યું હતું.
5/5

સિમ કાર્ડ સ્વેપિંગ એટલે એક જ નંબર કોઈપણ બીજા સિમ કાર્ડમાં એક્ટિવેટ કરવો. હાલમાં સિમ કાર્ડ સ્વેપિંગ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. એક જ સિમ કાર્ડ પર સેમ નંબર લેવાના કિસ્સાઓ વધ્યા છે. આના પર રોક લગાવી શકાય, તેથી સિમ કાર્ડ સ્વેપિંગની મુદત વધારવામાં આવી છે.
Published at : 27 Jun 2024 07:02 AM (IST)
આગળ જુઓ
Advertisement