તામિલનાડુના કુન્નુરમાં બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય અધિકારીઓને લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું
2/5
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર આ આર્મી હેલિકોપ્ટરમાં જે લોકો હતા તેમની યાદી બહાર આવી છે. તેમાં CDS બિપિન રાવત અને તેમના કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારના કેટલાક સભ્યો પણ હતા.
3/5
જનરલ રાવત ઉપરાંત, હેલિકોપ્ટરમાં સવાર લોકોમાં મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, ગુરસેવક સિંહ, જિતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવાલદાર સતપાલનો સમાવેશ થાય છે.
4/5
મળતી માહીત મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. જેમાં 13 લોકોના મોતની પુષ્ટી થઇ છે.
5/5
હેલિકોપ્ટર ક્રેશ કુનુરના ગાઢ જંગલમાં થયું હતું. દુર્ઘટના સમાચાર મળતાં જ પીએમ મોદીએ તાબડતોબ ઇમરજન્સી બેઠક બોલાવી હતી.હેલિકોપ્ટપ પ્લેન ક્રેશ થતા દિલ્લીથી ડોક્ટરની એક ટીમ કુનુર રવાના કરાઇ હતી. હલિકોપ્ટરના ક્રેશની ભયંકર તસવીરો સામે આવી છે.