શોધખોળ કરો
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Paresh Goswami weather forecast: ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી પાંચ દિવસ (27 થી 31 ઓગસ્ટ) માટે વરસાદ અને તાપમાનની આગાહી કરી છે.
Gujarat rain prediction: તેમના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે ઉત્તર અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ લાવશે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં સિવાય મોટા વરસાદની કોઈ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં તાપમાન નીચું રહેશે અને ભાદરવા મહિનાની સામાન્ય ગરમીનો અનુભવ થશે નહીં.
1/7

Gujarat monsoon update: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. 27 થી 31 ઓગસ્ટ દરમિયાન, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
2/7

આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલા એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થશે. આ સિસ્ટમ ગત રાઉન્ડ જેટલી મજબૂત ન હોવા છતાં, તે નોંધપાત્ર વરસાદ લાવશે. આ જ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરાપ જેવો માહોલ રહેશે અને વરસાદની શક્યતાઓ ઓછી છે. રાજ્યભરમાં તાપમાન 25 થી 28 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેશે અને પવનની ગતિ સામાન્ય રહેશે.
Published at : 27 Aug 2025 09:04 PM (IST)
આગળ જુઓ





















