શોધખોળ કરો
આધાર કાર્ડમાં ફક્ત એક જ વખત બદલી શકાય છે આ બાબત
Aadhaar Card Update Rule: જો આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો તેને ધ્યાનથી અપડેટ કરવું જોઈએ. કારણ કે તમને આ વસ્તુને અપડેટ કરવાની માત્ર એક જ તક મળે છે.
ફોટોઃ abp live
1/7

Aadhaar Card Update Rule: જો આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો તેને ધ્યાનથી અપડેટ કરવું જોઈએ. કારણ કે તમને આ વસ્તુને અપડેટ કરવાની માત્ર એક જ તક મળે છે.
2/7

ભારતમાં રહેતા નાગરિકો માટે ચોક્કસ દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
3/7

આધાર કાર્ડ ભારતમાં ઉપયોગમાં લેવાતો સૌથી સામાન્ય દસ્તાવેજ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
4/7

ભારત સરકાર દ્વારા નાગરિકો માટે વર્ષ 2009માં આધાર કાર્ડની સેવા શરૂ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રનું પ્રથમ આધાર કાર્ડ વર્ષ 2010માં જારી કરવામાં આવ્યું હતું.
5/7

આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર માહિતી દાખલ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમને પાછળથી નુકસાન વેઠવું પડે છે. કારણ કે ઘણા દસ્તાવેજોમાંની માહિતી એક સમાન હોતી નથી
6/7

પરંતુ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
7/7

પરંતુ કેટલીક માહિતી એવી છે જેને માત્ર એક જ વાર બદલી શકાય છે. આધાર કાર્ડમાં જન્મતારીખ અને જેન્ડર માત્ર એક જ વાર બદલી શકાય છે.પરંતુ આ સિવાય એડ્રેસની વાત કરીએ તો તેને અપડેટ કરવામાં કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. તમે ઇચ્છો તેટલી વખત તમારું સરનામું બદલી શકો છો.
Published at : 07 Jul 2024 09:55 PM (IST)
આગળ જુઓ





















