હાલ મહામારીના સમયમાં whoથી માંડીને હેલ્થ એક્સપર્ટ માને છે કે, જેમનો ઇમ્યુનિટી પાવર વધુ હશે, તેવા લોકો આ મહામારી સામે લડી શકશે... તો ગરમીની સિઝનમાં એવા ક્યાં ફળો છે. જેના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. ઇમ્યુનિટિ બૂસ્ટર વિશે જાણીએ..
2/5
પાઇનેપલ ગરમીની સિઝનમાં માઇન્ડને ઠંડુ અને શરીરને ફ્રેશ રાખે છે. દરરોજ આ ફળનું સેવન કરવાથી સિઝનલ બીમારી કોસો દૂર રહે છે. આ વિટામીન સીથી ભરપૂર છે. જે પોષણ આપવાની સાથે વાયરસના સંક્રમણને આપનાથી દૂર રાખે છે.
3/5
ગરમીની સિઝનનું ખાસ ફળ કેરી છે. કેરીમાં વિટામીન-સીની સાથે બીજા પણ અન્ય એવા પોષક તત્વો છે. જે શરીરને પોષકતત્વો પૂરા પાડીને રોગપ્રતિકારકક્ષમતામાં વઘારો કરે છે. તો ગરમીની સિઝનમાં કેરીનું અવશ્ય સેવન કરો.
4/5
ગરમીની સિઝનમાં કિવિનું સેવન કરો. કિવિ ઇમ્યુનિટી બૂસ્ટર છે. કિવિની ગણતરી પણ સાઇટ્રિક ફ્રૂટમાં થાય છે. જે શરીરમાં વિટામીન ‘સી’ પૂર્તિ કરે છે. આ ફ્રૂટ ડેન્ગ્યૂ, વાયરલ ફીવરથી બચાવે છે. આવું એટલા માટે થાય છે, કારણ કે તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
5/5
ગરમીમાં સ્ટ્રોબેરીની સિઝન પીક પર હોય છે. સ્ટ્રોબેરી વિટીમીન સી, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફામેન્ટરી ભરપૂર છે. સ્ટ્રોબેરી પણ રોગપ્રતિકારકશક્તિ વધારવામાં કારગર છે. તેને ગરમીની સિઝનમાં ડાયટમાં સામેલ ચોક્કસ કરો.