શોધખોળ કરો
દિલ્હીમાં પરંપરા તૂટી! સીએમ રેખા ગુપ્તા રાજઘાટ નહીં પણ કેબિનેટ મંત્રીઓ સાથે યમુના કાંઠે પહોંચ્યા
Rekha Gupta Yamuna Aarti: દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શપથ લીધા બાદ એક નવી પરંપરા શરૂ કરી છે.
સામાન્ય રીતે નવા મુખ્યમંત્રીઓ શપથ લીધા પછી સીધા રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, પરંતુ રેખા ગુપ્તાએ આ પરંપરાને તોડીને યમુના નદીના કિનારે વાસુદેવ ઘાટની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના કેબિનેટ સાથીદારો સાથે ત્યાં યમુના આરતીમાં ભાગ લીધો અને યમુના નદીની સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
1/7

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે સવારે કેબિનેટ મંત્રીઓ સાથે વાસુદેવ ઘાટ પર પહોંચીને ધાર્મિક વિધિ મુજબ યમુના મૈયાની આરતી કરી હતી. શંખ અને ઘંટના નાદ અને ભજન સંગીતથી વાસુદેવ ઘાટ પર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
2/7

મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલી આ આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યમુના આરતી બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, યમુનાની સફાઈ તેમની સરકારની પ્રાથમિકતા છે અને આ કાર્યક્રમ યમુનાને સ્વચ્છ રાખવાના સંકલ્પને દર્શાવે છે.
Published at : 20 Feb 2025 07:29 PM (IST)
આગળ જુઓ





















