ચંદીગઢઃ હરિયાણામાં આઈપીએસ અધિકારી ભારતી અરોરાએ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ માટે પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લેવા અરજી કરતાં ચર્ચા જાગી છે. આઈપીએસ અધિકારી ભારતી હાલમાં હરિયાણા રાજ્યમાં અંબાલા રેન્જનાં આઈજી છે.
2/6
ભારતી અરોરાએ રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં શ્રીકૃષ્ણની ભક્તિ માટે વીઆરએસ આપવા વિનંતી કરી છે. અરોરાએ 1 ઓગસ્ટ 2021થી સેવાનિવૃત્તિ માગી છે. તેમણે ત્રણ મહિનાના નોટિસ પિરિયડમાંથી પણ મુક્તિ માગી છે.
તેમણે લખ્યું છે કે, હું હવે જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ગુરુ નાનક દેવ, ચૈતન્ય મહાપ્રભુ, કબીરદાસ, તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈના માર્ગે ચાલીને બાકી જીવન શ્રીકૃષ્ણની ભક્તિમાં પસાર કરવા માગું છું. 1998ની બેચનાં આઈપીએસ ભારતી અરોડા 2009માં અંબાલાના એસપી તથા 2011માં જીઆરપીના એસપી રહી ચૂક્યાં છે.
6/6
રાજ્યમાં ગેરકાયદે રીતે લોકોને વિદેશ મોકલવા પર સકંજો કસવા માટે હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે ગત વર્ષે તેમને એસઆઈટીનું પદ સોંપ્યું હતું. તેમની સેવાનિવૃત્તિ 2031માં થવાની છે પણ તેનાથી 10 વર્ષ પહેલાં જ તેમણે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ માટે અરજી કરી દીધી છે.