ઉલ્લેખનીય છે કે કાલે મોડી રાત્રે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની વચ્ચે ચર્ચા થઇ, અને આમાં બન્ને દેશો સીમા પર તણાવ ઓછો કરવાને લઇને સંમત થઇ ગયા છે.
2/5
આ વીડિયોમાં શોર-બકોર સંભળાઇ રહ્યો છે જેમાં બન્ને પક્ષોના સૈનિકો મારામારી કરતા એકબીજાનો સામનો કરી રહ્યાં છે.
3/5
જોકે, આ વીડિયોને લઇને એ દાવો નથી કરવામાં આવ્યો કે 15-16 જૂનની રાત્રે થયેલી અથડામણનો આ વીડિયો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પૉસ્ટે પણ આ વાતનો કોઇ દાવો નથી કર્યો કે ગલવાનમાં થયેલી અથડામણનો છે.
4/5
ભારત અને ચીનના સૈનિકોની વચ્ચેની લડાઇનો આ વીડિયો સાઉથ ચાઇના મોર્નિગ પૉસ્ટે ટ્વીટ કર્યો છે, અને આ વીડિયોમાં લાકડી-ડંડાઓની સાથે સૈનિકો દેખાઇ રહ્યાં છે. આ વીડિયોની સમય 2 મિનીટનો છે. જેમાં ગલવાન નદી દેખાઇ રહી છે. આમ તો સ્પષ્ટ રીતે એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો ગલવાનનો છે.
5/5
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, બન્ને દેશોની સેનાઓ બોર્ડર પર આમને સામને છે, અને ત્યાં હાલ પરિસ્થિતિ ખરાબ છે. આ બધાની વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં બન્ને દેશોની સૈનિકો એકાબીજા સાથે મારામારી કરતા દેખાઇ રહ્યાં છે, આ વીડિયો મે 2020થી પહેલાનો છે.