શોધખોળ કરો
આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ
Rain Alert: IMDના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં મંગળવારે (11 જૂન, 2024)ના રોજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Monsoon Arrival: ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 48 કલાકમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે. રાજ્યમાં બુધવારે (12 જૂન) ચોમાસું આવવાની શક્યતા છે.
1/6

હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
2/6

IMDએ કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં 13 અને 14 જૂને ભારે વરસાદ (64.5 115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5 204.4 mm) ની શક્યતા છે.
3/6

હવામાન વિભાગે 11 14 જૂન 2024 દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ (64.5 115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5 204.4 mm) ની આગાહી કરી છે.
4/6

હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં 11 અને 12 જૂનના રોજ ભારે વરસાદ (64.5 115.5 મીમી) થી ખૂબ જ ભારે વરસાદ (115.5 204.4 મીમી) થવાની સંભાવના છે.
5/6

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે.
6/6

હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઝારખંડ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે.
Published at : 11 Jun 2024 08:09 AM (IST)
View More
Advertisement