શોધખોળ કરો
Weather Updates: ગુજરાત સહિત આ 10 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, આકાશમાંથી થશે અગનવર્ષા
Weather Updates: દિલ્હીથી લઈને રાજસ્થાન-પંજાબ સુધી હીટવેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કેટલાક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે

દેશ અત્યારે આકરી ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ લૂ અને હીટવેવનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
1/7

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે. વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં ખતરનાક હીટવેવ આવવાની છે.
2/7

IMD અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર મધ્ય પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ગુજરાતમાં પણ ગરમીનું મોજું આવવાનું છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ રાજસ્થાનમાં રાત્રે પણ ગરમીથી રાહત નહીં મળે.
3/7

શનિવારે દિલ્હી-એનસીઆરમાં તીવ્ર હીટવેવ જોવા મળી હતી. IMDએ કહ્યું છે કે આવી જ સ્થિતિ રવિવારે પણ જોવા મળશે. હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી-NCRમાં તાપમાન 43-47 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.
4/7

ઉત્તર ભારતમાં હીટવેવના કારણે લોકોની હાલત કફોડી બની છે. રાજસ્થાનના બાડમેરમાં 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયપુર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકોને હીટવેવનો સામનો કરવો પડશે. રાજસ્થાનના ઘણા ભાગોમાં તાપમાન 45 ડિગ્રીને વટાવી રહ્યું છે.
5/7

ચંદીગઢ જેવા સ્થળોએ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે. હરિયાણા-પંજાબમાં પણ તાપમાન 40થી ઉપર પહોંચી ગયું છે. રવિવારે હરિયાણામાં હીટવેવ ત્રાટકે છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રી રહેવા જઈ રહ્યું છે. IMD દ્વારા પંજાબમાં પણ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
6/7

સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં તેલંગાણા, કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, ઓડિશાના કેટલાક ભાગો અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.
7/7

પૂર્વી છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ કોંકણ અને ગોવા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પશ્ચિમ હિમાલય, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
Published at : 19 May 2024 08:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
