શોધખોળ કરો
BAPS: અમેરિકામાં મહિલાઓના યોગદાનને બિરદાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, જુઓ તસવીરો
Akshardham: BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભારતીય અમેરિકન મહિલાઓના યોગદાનને બિરદાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ
1/9

Akshardham: BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભારતીય અમેરિકન મહિલાઓના યોગદાનને બિરદાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
2/9

1000 કરતાં વધુ મહિલા હરિભક્તો અક્ષરધામ સંકુલમાં જલયાત્રામાં જોડાયા
3/9

વિશ્વભરમાંથી 400 પવિત્ર સ્થાનોમાંથી એકત્રિત જળના 500 કળશ સાથે અક્ષરધામના બ્રહ્મકુંડમાં ‘તડાગ ઉત્સર્ગ વિધિ’ યોજાયો
4/9

BAPS સ્વામિનારાયણ અક્ષરધામના 12 ગર્ભગૃહોમાંની મૂર્તિઓ સાથે સેંકડો સંતો અને ભક્તો અદમ્ય ઉત્સાહભેર નગરયાત્રામાં જોડાયા
5/9

BAPS સંસ્થાની મહિલા પ્રવૃતિ દ્વારા જીવનમાં ‘સંસ્કાર,સેવા અને સંસ્કૃતિ’રૂપી ત્રણ મુખ્ય આધારસ્તંભોનું મહત્વ દર્શાવતો કાર્યક્રમ યોજાયો
6/9

તા 3 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં પ્રદાન વિષયક કાર્યક્રમ યોજાઇ ગયો.
7/9

વિવિધ વયની લગભગ 43 મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સિમ્ફની સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ત્યારબાદ 200 થી યુવતીઓ અને મહિલાઓ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૃત્યના ઉત્તમ સ્વરૂપ ભરતનાટ્યમનો પણ સમાવેશ થાય છે.
8/9

આ મહિલા દિન વિવિધ વય અને અનેકવિધ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતી અનેકવિધ મહિલાઓ માટે એક ઉત્કૃષ્ટ મંચ બની રહ્યો હતો, જેના દ્વારા તેમણે કેવી રીતે મહિલાઓ એકબીજાને મદદ દ્વારા, પોતાના કુટુંબમાં અને સામાજિક જીવનમાં સંવાદિતા સાધીને પ્રગતિ કરી શકે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
9/9

મહિલાઓએ જણાવ્યું કે અક્ષરધામ દ્વારા ભક્તિને રોજિંદા જીવનમાં વિવિધ આહનિક જેવા કે આરતી, ભજન, થાળ દ્વારા સમૃદ્ધ કરી, હિન્દુ ધર્મ અને ભારતીય વારસાને જાળવવાની પ્રેરણા મળી છે.
Published at : 04 Oct 2023 11:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
