શોધખોળ કરો
બાળકો પેદા ન કરવા ગૈર ઇસ્લામિક? આ દેશના મુસ્લિમોમાં શરૂ થઇ ચર્ચા, જાણો વિવાદ
Islamic Couples : મલેશિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ લગ્ન પછી બાળકો પેદા કરવા માંગતા નથી. જેના કારણે મલેશિયામાં બાળકો ન હોય તેવા યુગલોની સંખ્યામાં વધારો થતા મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે.
ફોટોઃ ABP Live
1/7

Islamic Couples choose not to do children: મલેશિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ લગ્ન પછી બાળકો પેદા કરવા માંગતા નથી. જેના કારણે મલેશિયામાં બાળકો ન હોય તેવા યુગલોની સંખ્યામાં વધારો થતા મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયામાં લગ્ન બાદ સંતાન પેદા ન કરનારા લોકોની સંખ્યા વધી રહી છે, જેને લઈને મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયાના લોકોમાં આવી લાગણીઓમાં ધાર્મિક પ્રભાવ દર્શાવે છે. આ દિવસોમાં દેશમાં મલય-ભાષી આ પ્રકારના લગ્નને લઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા શરૂ કરી છે. જેમાં પરિણીત કપલ્સ જાણીજોઈને સંતાનને જન્મ ન આપવાનો વિકલ્પ પસંદ કરે છે.
2/7

જ્યારે પરિણીત કપલ્સે સંતાન વિનાનું જીવન જીવવા વિશે તેમના મંતવ્યો શેર કર્યા ત્યારે આ વિષય ચર્ચામાં ફેરવાઈ ગયો હતો. દેશના ધાર્મિક અધિકારીઓ અને મંત્રીઓ પણ ચર્ચામાં જોડાયા હતા. મલેશિયાના ધાર્મિક બાબતોના મંત્રી નઈમ મુખ્તારનો દાવો છે કે સંતાન પેદા ન કરવા ઈસ્લામની વિરુદ્ધ છે. તેમણે કુરાનની આયતો પણ ટાંકી અને પરિવારમાં બાળકોના મહત્વ વિશે વાત કરી હતી.
Published at : 10 Sep 2024 11:24 AM (IST)
આગળ જુઓ





















