શોધખોળ કરો
વિનાશક એસ્ટરોઇડથી લઈને ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી? નોસ્ટ્રાડેમસની 2025 માટે 5 ડરામણી ભવિષ્યવાણીઓ
16મી સદીના પ્રખ્યાત ફ્રેન્ચ જ્યોતિષી અને ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસ તેમની રહસ્યમય અને ચોંકાવનારી આગાહીઓ માટે દુનિયાભરમાં જાણીતા છે.
નોસ્ટ્રાડેમસની ઘણી ભવિષ્યવાણીઓ ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે, અને વર્ષ 2025 માટે તેમણે કરેલી પાંચ ભવિષ્યવાણીઓ હાલમાં ચર્ચાનો વિષય બની છે. આવો જાણીએ શું છે નોસ્ટ્રાડેમસની 2025 માટેની 5 મુખ્ય આગાહીઓ:
1/7

કુદરતી આફતો અને આબોહવા પરિવર્તનનો ખતરો: નોસ્ટ્રાડેમસે 2025 માટે તેમની આગાહીઓમાં કુદરતી આફતો અને આબોહવા પરિવર્તનનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. વૈજ્ઞાનિકો પણ 2025માં પૂર, દુષ્કાળ અને જંગલમાં આગ જેવી આપત્તિઓની વધતી સંભાવનાની આગાહી કરી રહ્યા છે. તાજેતરમાં લોસ એન્જલસ અને અન્ય સ્થળોએ જંગલમાં લાગેલી ભીષણ આગ માટે આબોહવા પરિવર્તનને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, અને નોસ્ટ્રાડેમસની આ ભવિષ્યવાણી ગંભીર ચિંતાનો વિષય છે.
2/7

પૃથ્વી તરફ ધસી રહેલો વિશાળ એસ્ટરોઇડ: નોસ્ટ્રાડેમસની સૌથી ડરામણી આગાહીઓમાંની એક વિશાળ એસ્ટરોઇડ સાથે સંબંધિત છે. તેમની ભવિષ્યવાણી અનુસાર, પૃથ્વી એક વિશાળ એસ્ટરોઇડ સાથે અથડાવાની નજીક આવી શકે છે. જો કે આ અથડામણની ચોક્કસ અસર કેટલી વિનાશક હશે તે સ્પષ્ટ નથી, પરંતુ તેનાથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને પર્યાવરણીય સંતુલન પર ગંભીર અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકો હાલમાં એસ્ટરોઇડ પર સતત નજર રાખી રહ્યા છે, જેથી કોઈપણ સંભવિત ખતરાને ટાળી શકાય.
Published at : 06 Mar 2025 07:22 PM (IST)
આગળ જુઓ





















