ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની સીઝન અગાઉ પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને નવો કેપ્ટન બનાવ્યો છે. આ ઓપનર બેટ્સમેનને પંજાબે હરાજી પહેલા 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. પંજાબ હજુ સુધી આઈપીએલ ટાઈટલ જીતી શક્યું નથી.
2/8
મયંકનો જન્મ 16 ફેબ્રુઆરી 1991ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. મયંકના પિતા અનુરાગ અગ્રવાલ હેલ્થકેર કંપનીના સીઈઓ છે, જ્યારે તેની માતા સુચિત્રા સિંહ ગૃહિણી છે.
3/8
રિપોર્ટ અનુસાર, મયંક અગ્રવાલની કુલ સંપત્તિ લગભગ 3.5 મિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 26 કરોડ રૂપિયા છે.
4/8
મયંક અગ્રવાલ બેંગ્લોરમાં એક લક્ઝરી ડિઝાઈનર હાઉસનો માલિક છે. ઉપરાંત, મયંક અગ્રવાલ દેશભરમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનો પણ માલિક છે. મયંક અગ્રવાલ પાસે મર્સિડીઝ એસયુવી છે.
5/8
મયંક અગ્રવાલે જૂન 2018માં તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા, જે એક વકીલ છે. બંને સ્કૂલના દિવસોથી જ એકબીજાના સારા મિત્રો હતા. આશિતાના પિતા પ્રવીણ સૂદ પોલીસ કમિશનર પદે રહી ચૂક્યા છે, જ્યારે તેઓ હાલમાં કર્ણાટકના ડીજીપી છે.
6/8
મયંક અગ્રવાલે 16 ટેસ્ટ મેચમાં 43.30ની એવરેજથી 1429 રન બનાવ્યા છે. જેમાં મયંક અગ્રવાલે 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે.
7/8
મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયા તરફથી પાંચ વન-ડે મેચ રમી છે જેમાં તેણે 86 રન બનાવ્યા છે.
8/8
મયંક અગ્રવાલ અત્યાર સુધીમાં 100 આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. જેમાં મયંકે 23.41ની એવરેજથી 2131 રન બનાવ્યા છે. IPLમાં મયંકના નામે એક સદી અને 11 અડધી સદી છે.