શોધખોળ કરો
PHOTO: રોહિત પાછળ ગિલ, કોહલીના ચહેરા પર જોવા મળ્યો આત્મવિશ્વાસ, કઈંક આ અંદાજમાં ઓસ્ટ્રેલિયા રવાના થઈ ટીમ ઈન્ડિયા
IND vs AUS ODI Series 2025: વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ અને ODI ટીમમાં સમાવિષ્ટ બધા ખેલાડીઓ દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે. પહેલી ODI 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે.
ટીમ ઈન્ડિયા
1/5

ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે. શ્રેણીની શરૂઆત ODI શ્રેણીથી થશે, જેમાં પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે.
2/5

બધા વિરાટ કોહલી અને રોહિત શર્માના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોહલી અને રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ બુધવારે સવારે દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા.
3/5

વિરાટ કોહલી મંગળવારે બપોરે લંડનથી દિલ્હી પહોંચ્યA, જ્યારે રોહિત શર્મા છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં પ્રેક્ટિસ કર્યા પછી બુધવારે સાંજે પહોંચ્યો.
4/5

વિરાટ કોહલીના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જ્યારે વિરાટ કોહલી કેપ્ટન શુભમન ગિલ પહેલા એરપોર્ટમાં પ્રવેશ્યો.
5/5

નોંધનીય છે કે આ શ્રેણી પહેલા રોહિત શર્માને ODI કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો, અને શુભમન ગિલને નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો જ્યારે અય્યરને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Published at : 15 Oct 2025 01:41 PM (IST)
આગળ જુઓ
Advertisement





















