શોધખોળ કરો
Ranji Trophy Winners List: કઈ ટીમે સૌથી વધુ વખત જીતી છે રણજી ટ્રોફી? એક ટીમ 40થી વધુ વખત બની છે ચેમ્પિયન
Ranji Trophy Winner List: મુંબઈએ સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતી છે. રણજી ટ્રોફીની પહેલી સીઝન 1934/35માં રમાઈ હતી અને બોમ્બેએ નોર્થર્નને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
રણજી ટ્રોફીને સૌથી વધુ કોણે જીતી છે
1/7

Ranji Trophy Winner List: મુંબઈએ સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતી છે. રણજી ટ્રોફીની પહેલી સીઝન 1934/35માં રમાઈ હતી અને બોમ્બેએ નોર્થર્નને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
2/7

મુંબઈએ રેકોર્ડ 42 વખત રણજી ટ્રોફી જીતી છે. 1958/59 અને 1972/72 વચ્ચે મુંબઈ સતત 15 વખત ચેમ્પિયન બન્યું, જે એક અવિશ્વસનીય રેકોર્ડ છે. મુંબઈએ 1934/35માં શરૂઆતની રણજી ટ્રોફી સીઝનમાં તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું અને તેની 42મી ટ્રોફી 2023/24 રણજી ટ્રોફી સીઝનમાં જીતી હતી.
3/7

કર્ણાટક રણજી ટ્રોફીમાં બીજા ક્રમે સૌથી વધુ વિજેતા ટીમ છે. કર્ણાટક (અગાઉ મૈસુર) અત્યાર સુધીમાં આઠ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે. કર્ણાટક 1973/74 સીઝનમાં તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું, અને તેની આઠમી ટ્રોફી 2014/15 રણજી ટ્રોફી સીઝનમાં જીતી હતી.
4/7

દિલ્હી રણજી ટ્રોફીમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વિજેતા ટીમ છે. દિલ્હી અત્યાર સુધીમાં સાત વખત આ ટાઈટલ જીતી ચૂકી છે. તેણે 1978/79 સીઝનમાં પહેલો ખિતાબ જીત્યો હતો અને 2007/08 રણજી ટ્રોફી સીઝનમાં સાતમું ટાઈટલ જીત્યું હતું.
5/7

બરોડા ચોથા ક્રમે સૌથી વધુ રણજી ટ્રોફી વિજેતા ટીમ છે. બરોડાએ અત્યાર સુધીમાં પાંચ વખત જીત મેળવી છે. બરોડાએ 1942/43 સીઝનમાં પહેલો ખિતાબ જીત્યો હતો અને 2000/01 રણજી ટ્રોફી સીઝનમાં પાંચમું ટાઈટલ જીત્યું હતું
6/7

મધ્યપ્રદેશ પાંચમા ક્રમે સૌથી વધુ રણજી ટ્રોફી વિજેતા ટીમ છે. મધ્યપ્રદેશ (અગાઉ હોલકર) પણ પાંચ વખત આ ટાઈટલ જીતી ચૂક્યું છે. મધ્યપ્રદેશે 1945/46 સીઝનમાં પહેલો ખિતાબ જીત્યો હતો અને તેની પાંચમી ટ્રોફી 2021/22 રણજી ટ્રોફી સીઝનમાં જીતી હતી.
7/7

વિદર્ભ, બંગાળ, તમિલનાડુ/મદ્રાસ, રાજસ્થાન, હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને રેલવેએ બે વાર રણજી ટ્રોફી જીતી છે. ગુજરાત, હરિયાણા, પંજાબ/દક્ષિણ પંજાબ અને ઉત્તર પ્રદેશે ફક્ત એક જ રણજી ટ્રોફી સીઝન જીતી છે.
Published at : 16 Oct 2025 12:16 PM (IST)
આગળ જુઓ
Advertisement





















