શોધખોળ કરો
Best Smartphones: શું તમે પણ ફોન લેવાનું વિચારી રહ્યા છો? 20 થી 30 હજાર રૂપિયાના બજેટમાં છે આ સ્માર્ટફોન
જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને અહીં કેટલાક શ્રેષ્ઠ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ. તેમાંથી કેટલાક મોડલ આ મહિને લોન્ચ કરવામાં આવ્યા છે.

ફોટોઃ ટ્વિટર
1/6

જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને અહીં કેટલાક શ્રેષ્ઠ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ. તેમાંથી કેટલાક મોડલ આ મહિને લોન્ચ કરવામાં આવ્યા છે. તમે તમારા માટે આમાંથી એક મેળવી શકો છો.
2/6

Moto Edge 40: આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયા છે. આમાં તમને MediaTek Dimensity 8020 પ્રોસેસર, 4400 mAh બેટરી, 6.55 ઇંચ ડિસ્પ્લે અને 50+13MP ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. કંપની ફ્રન્ટમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 32MP કેમેરા ઓફર કરે છે. તમે ફ્લિપકાર્ટ પરથી બ્લેક, બ્લુ, ગ્રીન અને મેજેન્ટા કલરમાં સ્માર્ટફોન ખરીદી શકો છો.
3/6

OnePlus Nord CE3 5G: આ ફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી, સ્નેપડ્રેગન 782G ચિપસેટ, 6.7-ઇંચ ડિસ્પ્લે અને 50MP પ્રાઇમરી કેમેરા છે. મોબાઇલ ફોનની કિંમત બેઝ વેરિઅન્ટ માટે રૂ. 26,999 અને ટોપ વેરિએન્ટ માટે રૂ. 28,999 છે.
4/6

Realme 11 Pro Plus: આ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ છે. આમાં તમને 200MPનો કેમેરો મળશે. મોબાઇલ ફોનમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી, ડાયમેન્સિટી 7050 5G ચિપસેટ, 6.7-ઇંચ સ્ક્રીન અને 32MP ફ્રન્ટ કેમેરા છે. સ્માર્ટફોનની કિંમત બેઝ વેરિઅન્ટ માટે રૂ. 27,999 અને ટોપ એન્ડ વેરિએન્ટ માટે રૂ. 29,999 છે.
5/6

Galaxy F54 5G: આ પણ એક સારો સ્માર્ટફોન છે. ખાસ કરીને જેમને વધુ બેટરી જોઈએ છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે. તેમાં 6000 mAh બેટરી, ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં પ્રાઇમરી કેમેરા 108MP, ફ્રન્ટમાં 32MP કેમેરા અને 6.7 ઇંચ ડિસ્પ્લે છે. કંપની ફોનમાં 4 વર્ષ માટે OS અપડેટ્સ અને 5 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ આપશે. આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયા છે.
6/6

Nothing Phone 1: આ પણ આ એક સારો સ્માર્ટફોન છે. અપડેટ બાદ આ સ્માર્ટફોન પહેલા કરતા સારો થઈ ગયો છે. Nothing Phone 1 માં 6.55 ઇંચ ડિસ્પ્લે, 50+50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ, 16MP ફ્રન્ટ કેમેરા, 4500 mAh બેટરી, Qualcomm Snapdragon 778G+ પ્રોસેસર અને Glyph ઇન્ટરફેસ છે. ફ્લિપકાર્ટ પર મોબાઈલ ફોનની કિંમત રૂ.28,999 છે.
Published at : 25 Jul 2023 11:14 AM (IST)
Tags :
Gujarati News Gujarat News Mobile World News Best Smartphones ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Nothing Phone 1 Phones Galaxy F54 5G Realme 11 Pro Plusવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
