શોધખોળ કરો
સસ્તાં 4G ફોન બાદ હવે JIO લાવી રહ્યું છે આ સસ્તું લેપટૉપ, જાણો ફિચર્સ ને કિંમત વિશે.....

Jiobook_05
1/6

નવી દિલ્હીઃ ભાતતની મોટી ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓ હવે એક નવી પ્રૉડક્ટ્સ લૉન્ચ કરવાની મોટી તૈયારીમાં છે. કંપની બહુ જલ્દી એક લેપટૉપ લૉન્ચ કરી શકે છે. જેનુ નામ JioBook હોઇ શકે છે. XDA-Developersના રિપોર્ટ પ્રમાણે, JioBook ભારતમાં બહુ જલ્દી લૉન્ચ થઇ શકે છે.
2/6

XDA-Developersના રિપોર્ટ પ્રમાણે, JioBook ભારતમાં બહુ જલ્દી લૉન્ચ થઇ શકે છે. કંપનીએ Jio Phoneની સફળતા બાદ આને લૉન્ચ કરવાનો ફેંસલો કર્યો છે. જિયો ફોનની મદદથી કંપનીએ 2G યૂઝર્સને સસ્તો 4G ફિચર ફોન તરફથી આકર્ષિત કર્યા છે. જિઓ લેપટૉપના ન્યૂઝ પહેલીવાર વર્ષ 2018માં આવ્યા હતા.
3/6

તે સમયે ક્વૉલકૉમ, પ્રૉડક્ટ મેનેજમેન્ટના સીનિયર ડારેક્ટર Miguel Nunesએ કહ્યું હતુ કે કંપની રિલાયન્સ જિઓથી સેલ્યૂલર કનેક્ટિવિટી વાળુ લેપટૉપ લૉન્ચ કરવાની વાત કરી રહી છે. લગભગ ત્રણ વર્ષ બાદ ફરી એકવાર JioBookની ઇન્ડિયા લૉન્ચની ખબર સામે આવી છે. સામે આવેલા રિપોર્ટ્સમાં આના ફિચર્સ પણ મળ્યા છે.
4/6

JioBook સ્પેશિફિકેશન્સ.... જિઓ બુક લેપટૉપ એન્ડ્રોઇડ ઓએસ અને આધારિત હોઇ શકે છે. આને એન્ડ્રોઇડને Jio OSના નામથી લૉન્ચ કવરામાં આવી શકે છે. XDAના રિપોર્ટ પ્રમાણે, જિઓ પ્રૉટોટાઇપ લેપટૉપ Qualcomm Snapdragon 665 (SM6125) પ્રૉસેસર પર કામ કરી રહ્યું છે. જે વર્ષ 2019માં લૉન્ચ થયુ હતુ. આ ચિપસેટ માત્ર 4G LTE સપોર્ટની સાથે આવે છે. જિઓ બુક માટે કંપનીએ ચીની કંપની Bluebank Communication Technologyની સાથે કરાર કર્યો છે.
5/6

ઉલ્લેખનીય છે કે, Bluebank Communication Technology મોબાઇલ ડિવાઇસીસ અને થર્ડ પાર્ટી સૉફ્ટવે બનાવે છે. કંપનીનુ કહેવુ છે કે તે KaiOS પર પણ કામ કરી ચૂકી છે. આ ઓએસ પર જિઓ ફોન રન કરે છે. જિયોબુક પર ગયા વર્ષે સપ્ટેમ્બરથી કામ શરૂ થયુ છે, અને આ વર્ષની પહેલી છમાસિક સુધી ચાલશે. આ લેપટૉપની એક તસવીર પણ સામે આવી ચૂકી છે. જેમાં આ વિન્ડોની સાથે દેખાઇ રહ્યુ છે. અન્ય ફિચર્સની વાત કરીએ તો આમાં 1366×768 resolutionની ડિસ્પ્લે મળે છે. જોકે સ્ક્રીન સાઇઝની જાણકારી નથી મળી.
6/6

કેટલી હશે કિંમત.... આ ડિવાઇસીસ મેમાં લૉન્ચ થઇ શકે છે. કંપની આને એકદમ સસ્તી કિંમતે લૉન્ચ કરી શકે છે. જોકે જિયોબુકની કિંમત કેટલી હશે તેની જાણકારી નથી. જલ્દી જ આ લેપટૉપ વિશે વધુ માહિતી સામે આવી શકે છે.
Published at : 14 Mar 2021 09:59 AM (IST)
આગળ જુઓ
Advertisement