વર્કફ્રન્ટની વાત કરીએ તો વરુણ હાલમાંજ રિલીઝ થયેલી ફિલ્મ ‘કુલી નંબર-1’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ગોવિંદાની હિટ ફિલ્મ ‘કુલી નંબર-1’ની રીમેક છે.
2/5
વરુણ ધવને વધુમાં કહ્યું કે, છેલ્લા બે વર્ષની બધા આ લગ્નની વાતો કરી રહ્યાં છે, જો કે, હાલમાં કંઈ પણ પાક્કું નથી, હાલમાં સમગ્ર દુનિયામાં અનિશ્ચિતતાનો સમય છે. જો બધુ સામાન્ય રહેશે તો આ વર્ષે જ, મારો મતબલ કે, હું ખુદ જલ્દી જ લગ્ન કરવા માટે પ્લાનિંગ કરી લઈશ.
3/5
જણાવી દઈએ કે, વરુણની ગર્લફ્રેન્ડ નતાશા વ્યવસાયે ડિઝાઈનર છે અને બન્ને એક બીજાને બાળપણથી ઓળખે છે. કરીના કપૂરના રેડિયો ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’માં વરુણે નતાશા અને તેના રિલેશન અંગે દિલ ખોલીને વાતો કરતા જણાવ્યું હતું કે, હું જ્યારે છઠ્ઠામાં હતો ત્યારે પહેલીવાર મે નતાશાને જોઈ હતી, જો કે, અમે ત્યારથી એકબીજાને ડેટ નથી કરી રહ્યાં, અમે ધોરણ-11 અને 12 સુધી ખૂબજ સારા ફ્રેન્ડ હતા.
4/5
એક્ટર વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ બોલિવૂડના પોપ્યુલર કપલ્સમાં આવે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો આ કપલ ગત વર્ષે લગ્ન કરવાના હતા પરંતુ કોરોના મહામારીના કારણે તેમનો લગ્ન કરવાનો પ્લાન હોલ્ડ પર છે. જો કે, તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં વરુણે લગ્ન કરવાને લઈને ખુલાસો કર્યો હતો.
5/5
વરુણે કહ્યું કે, એવું બની શકે 2021માં હું અને નાતાશા લગ્ન કરીએ, જો કે, તેના માટે કોરોનાથી બગડેલી સ્થિતિમાં સુધારો થવું જરૂરી છે.