અમદાવાદ: લાંબા વિરામ બાદ ગુરુવાર સાંજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જોકે આજે સવારે વરસાદે વિરામ લીધો હતો. જોકે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.
2/6
બપોરે બાદ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં સેટેલાઈટ, પાલડી, ઈસ્કોન, બોડકદેવ, માનસી સર્કલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.
3/6
છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદના કારણે મેઘ મહેર મેઘ કહેર બની ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ, રસ્તા અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
4/6
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે સાંજે વરસાદે રમઝટ બોલાવી હતી. જેના પગલે શહેરીજનો પણ આનંદથી ઝુમી ઉઠ્યા હતા. શહેરના નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, આશ્રમ રોડ, બાપુનગર સહિતના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદે રમઝટ બોલાવી હતી.
5/6
બારે વરસાદના કારણે અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. હજુ બે દિવસ સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.