કોટ વિસ્તારમાં કાર લઈને નીકળતાં ટ્રાફિક થતો હોવાથી ખુદ પોલીસ કમિશનરે સિદી સૈયદની જાળી સુધી કારમાં જઈ કરંજ પોલીસ સ્ટેશન સંકુલમાં કાર પાર્ક કરી રિક્ષામાં પરીવાર સાથે ભદ્ર સહિત હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત લીધી હતી.
2/3
એ.કે.સિંઘે પરીવાર સાથે અમદાવાદના હેરિટેજ સ્મારકોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ભદ્રકાળી મંદિર અને ભદ્રનો કિલ્લો નિહાળ્યો હતો.
3/3
અમદાવાદ: રવિવારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પરિવાર સાથે કોટ વિસ્તારમાં ફર્યા હતા. તેઓ સરકારી ગાડીમાં લાલ દરવાજા સિદ્દી સૈયદની જાળી સુધી આવ્યા હતા અને ત્યાંથી રિક્ષામાં બેસીને પરીવાર સાથે કોટ વિસ્તારમાં ફર્યા હતા. એટલે એવું કહી શકાય કે તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદના ટ્રાફિકવાળા વિસ્તારોમાં રીક્ષામાં બેસીને ફર્યા હતાં.