રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ બાદ ઠેર-ઠેર સ્પામાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસની 8થી 10 ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
3/7
પોલીસે કાલાવડ રોડ પર તપસ સ્પા, ક્રિસ્ટલ મોલમા દેન હેવન સ્પા, ગુરૂકૃપા કોમ્પલેક્ષમાં આત્મીયા સ્પા, નિર્મલા રોડ પર ગોલ્ડ સ્પા પર તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત પણ પોલીસે અન્ય સ્પા પર તપાસ હાથ ધરી હતી.
4/7
આ તમામ યુવતિઓ ટુરિસ્ટ વીઝા પર ભારત આવી છે અને તમામને સ્પા માલિકોએ નોકરી પર રાખી હતી. સ્પાના રજિસ્ટ્રેશનમાં પણ અનેક ગોટાળા સામે આવ્યા છે. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અંગે પણ તપાસ કરી રહી છે.
5/7
રાજકોટમાં 12 સ્પા સેંટરમાં ગેરરીતી ચાલતી હતી. 45 વિદેશી યુવતિઓ ગેરકાયદે સ્પા સેન્ટરમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું. 45 વિદેશી યુવતિઓમાંથી 41 યુવતિઓ થાઈલેંડની છે. 3 યુવતિઓ રશિયાની છે. જ્યારે 1 યુવતિ કઝાકિસ્તાનની છે.
6/7
રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ધમધમી રહેલા સ્પા પર પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસની અલગ અલગ ટીમો બનાવી રાજકોટમાં ચાલતા 40 સ્પામાં ચેકિંગ હાથ ધર્યું હતું. રવિવારે બપોરે અઢી વાગ્યે પોલીસ ટુકડીઓ સ્પામાં ખાબકતાં જ સ્પા સંચાલકો અને વિદેશી યુવતીઓમાં દોડધામ મચી ગઇ હતી. મસાજ કરવા આવેલા યુવાનોની હાલત પણ કફોડી બની ગઇ હતી.
7/7
રાજકોટમાં ચાલતા સ્પા પર પોલીસે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રાજકોટના સ્પામાં અનેક ગેરરીતીઓ ચાલતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે સ્પામાં પોલીસ ત્રાટકી ત્યારે સ્પામાં મસાજ કરાવતાં યુવાનો અને યુવતીઓ અર્ઘનગ્નાવસ્થામાં જ ભાગ્યાં હતા તેવી ચર્ચાઓ ચાલી હતી.