રાહુલ ગાંધી આવ્યા હોવાની વાત મળતાં જ સ્થાનિક કોંગ્રેસી નેતા અને મહિલાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. રાહુલ આજે છરાબડામાં પ્રિયંકાના નિર્માણાધીન મકાનને જોવા પણ જશે તેમ કહેવાય છે.
2/6
રાહુલ ગાંધીની સાથે તેની બહેન પ્રિયંકા વાડ્રા અને તેના બાળકો પણ છે. શિમલા જતી વખતે રાહુલ વચ્ચે અનેક જગ્યાએ રોકાયા હતા. સોલનમાં સડક કિનારે પ્રિયંકાના બાળકો સાથે રાહુલે નૂડલ્સ ખાધી, ઢાબામાં બેસીને કોફી પીધી અને સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી.
3/6
સૂત્રોના જણાવ્યા મુજબ છરાબડામાં રાહુલ ગાંધીની હાજરીને લઈ સુરક્ષાના ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે તેમ પણ માનવામાં આવે છે.
4/6
રાહુલ ગાંધીએ ઢાબા પર ફેન્સ સાથે તસવીર પણ પડાવી હતી.
5/6
રાહુલ ગાંધીની સાથે તેની બહેન પ્રિયંકા વાડ્રા પણ રજા ગાળવા શિમલા પહોંચી છે.
6/6
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના મેરાથોન ચૂંટણી પ્રચાર અને ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી થાક ઉતારવા માટે જાણીતા હિલ સ્ટેશન શિમલા પહોંચી ગયા છે. રાહુલ ગાંધી ચંદીગઢથી રોડ માર્ગે શિમલા પહોંચ્યા હતા.