રાહુલ ગાંધીએ ટ્વિટર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, આ વીડિયોને શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, Shiva is the Universe. આનો મતલબ એ થાય છે કે શિવ જ બ્રંહ્માન્ડ છે.
4/8
મિહિરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સાથી લગભગ 8-10 લોકો હતા, તેમની સાથે ચાલવામાં સુરક્ષાકર્મી પણ સાથે રહ્યા હતાં પરંતુ તેમને ઓળખવા મુશ્કેલી બન્યા હતાં. તેમની સાથે સ્થાનિક લોકો પણ સાથે રહ્યા હતાં.
5/8
મિહિર પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારી યાત્રા અદભુત રહી હતી, અમને પહેલેથી જ ખબર હતી કે રાહુલ ગાંધી અમારી સાથે હોટલમાં રોકાયા હતાં. બીજા દિવસે તેઓ અમારી સાથે જ ચાલી રહ્યા હતાં, મેં તેમની સાથે ચાલી રહેલ એક વ્યક્તિને કહ્યું હતું કે, શું તમે અમારો ફોટો ક્લિક કરશો. ત્યાર બાદ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. તેમણે પૂછ્યું પણ હતું કે તમે ક્યાંના છો?
6/8
રાહુલ ગાંધી ફોટોમાં જીન્સ અને ટી-શર્ટ, જેકેટ અને સ્પોર્ટ્સ શૂઝમાં જોવા મળ્યા હતાં. રાહુલ ગાંધીના હાથમાં એક લાકડી પણ હતી. રાહુલ ગાંધીની આ તસવીર બે દિવસ જૂની છે અને તેમની સાથે જે યુવક જોવા મળ્યો હતો તેનું નામ છે મિહિર પટેલ જે અમદાવાદનો વતની છે.
7/8
તસવીરોમાં રાહુલ ગાંધી તીર્થ યાત્રિઓની સાથે વાતો કરતા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતાં. રાહુલ ગાંધીની કૈલાશ યાત્રાની સૌથી પહેલી તસવીર એબીપી ન્યુઝ ચેનલે પોતાના દર્શકો સુધી પહોંચાડી હતી.
8/8
અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા પર છે. રાહુલ ગાંધી ટ્વિટર પર સતત પોતાની યાત્રાને લઈને જાણકારી આપી રહ્યા છે અને ફોટો પણ શેર કરી રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા પરની રાહુલ ગાંધીની રોચક તસવીરો સામે આવી છે.