શોધખોળ કરો
બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની જીતના આ હીરોનું કયા મહાન ક્રિકેટરની દિકરી સાથે અફેર હોવાની ચાલી રહી છે ચર્ચા, જાણો વિગત
1/5

શુભમન ગિલ અને સારાએ એક જ કેપ્શનની સાથે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરોથી વધારે તેના કેપ્શને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સારા તેંડુલકરે ‘I SPY’ની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. અને થોડા સમય બાદ જ શુભમન ગિલે પણ તે જ કેપ્શન અને ઈમોજી સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
2/5

આઇપીએલ 2020માં કોલકત્તા અને મુંબઇની મેચને લઇને સારા તેંડુલકરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કોલકાતાના ખેલાડી શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો હતો. સારા ઘરે મેચ જોઈ રહી છે, શુભમન ગિલ બાઉન્ડ્રી પર ડાઈવ લગાવીને બોલ રોકાવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સ્ટોરીની સાથે સારાએ દિલવાળા 3 ઈમોજી પણ મૂક્યા હતા. આ વાત ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, બાદમાં સારાએ સોશિયલ મીડિયા પરથી આ સ્ટોરીની ડિલીટ કરી દીધી હતી. પરંતુ ફેન્સની વચ્ચે આ પૉસ્ટ વાયરલ થઇ ગઇ હતી.
Published at :
આગળ જુઓ





















