ઉંઝા નગરના ઘંઘા-રોજગાર તા. 04-09-2018 બપોરે 12.00 કલાકથી એક દિવસ માટે સંપૂર્ણ બજાર બંધ રાખી ટેકો આપવા વિનંતી કરવામાં આવી છે.
4/8
ઉંઝા બંધ પાળવામાં આવશે તેનો એક પત્ર પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઈ-બહેનો અને બાળકો ઉપર પોલીસે કરેલી લાઠીચાર્જ અને દમનના વિરોધમાં અને કેના કારણે લાગણી દુભાવવાયી છે.
5/8
નોંધનીય છે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઈ-બહેનો અને બાળકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઈન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી પણ આપી હતી.
6/8
આજે બંધના કારણે અનેક શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. જ્યારે ઉંઝામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
7/8
જોકે આજે સવારે ઉંઝામાં નોમ હોવાને કારણે ઘણી દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી પરંતુ બપોરે બાદ સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. જ્યારે એપીએમસી તો જાહેર રજાને કારણે બંધ જ છે. ઉંઝા બજારમાં આ બંધને પહેલા મિશ્ર પ્રતિસાદ બાદમાં બધી દુકાનો ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી.
8/8
હિંમતનગરના ગઢોડા ગામે ઉમિયા માતાના રથને અટકાવી દેવામાં આવ્યો હતો તે મામલે આજે મહેસાણાના ઉંઝામાં બંધ પાળવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધને સામાજીક અને ધાર્મિક સંસ્થાઓનું પણ સમર્થન મળી છે.