મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદ અને રાજીપો એ જ જીવન હોય છે. તો સંત મોરારિ બાપુએ પણ કહ્યું કે મુખ્યમંત્રીનો ફોન આવ્યો હતો અને આજે રાજકોટમાં શુભેચ્છા મુલાકાત હતી.
10/10
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં હતા અને અલગ અલગ સ્નેહમિલનમાં હાજરી આપી હતી. સૌપ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના ટાગોર રોડ પર આવેલ જનકલ્યાણ સોસાયટીમાં મોરારિ બાપુને મળ્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.